વળી તેઓ કોઈને ઘણાં તપશ્ચરણાદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે. ત્યારે કોઈને
સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવાદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો
કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું
જ નથી.
એ પ્રમાણે તેઓ મોક્ષમાર્ગનું અન્યથા પ્રરૂપણ કરે છે.
✾ અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા ✾
કેટલાક મોક્ષસ્વરૂપનું પણ અન્યથા પ્રરૂપણ કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે
છેઃ —
એક તો મોક્ષ એવો કહે છે કે — ‘‘વૈકુંઠધામમાં ઠાકોરજી ઠકુરાણીસહિત નાના
ભોગવિલાસ કરે છે, ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ (સેવા) કર્યા કરે તે મોક્ષ છે.’’
પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા
છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ,
ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યાં કરે, તો
જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ
કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે — ‘‘ત્યાં ઈશ્વરની સમાન પોતે થાય છે.’’ એ પણ મિથ્યા
છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદાં હોય તો ઘણા ઈશ્વર થતાં લોકનો કર્તા – હર્તા કોણ
ઠરશે? બધાય ઠરશે તો તેમાં જુદી – જુદી ઇચ્છા થતાં પરસ્પર વિરોધ થાય. તથા ઈશ્વર એક
જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાથી ઉચ્ચતા પામવાની
વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના – મોટા રાજાઓ હોય છે, તેમ
મોક્ષમાં પણ નાના – મોટા ઈશ્વર થયા. એમ પણ બને નહિ.
એક મોક્ષ એવો કહે છે કે — વૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં
જ્યોત જઈ મળે છે,’’ એ પણ મિથ્યા છે. કારણ કે – દીપકની જ્યોતિ તો મૂર્તિક – અચેતન છે
એવી જ્યોતિ ત્યાં કેમ સંભવે? વળી જ્યોતમાં જ્યોત મળતાં આ જ્યોત રહે છે કે નાશ પામે
છે? જો રહે છે તો જ્યોત વધતી જશે; અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી
જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ
પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે — ‘‘આત્મા બ્રહ્મ જ છે, માયાનું આવરણ મટતાં મુક્તિ જ
છે.’’ એ પણ મિથ્યા છે. કારણ કે તે માયાના આવરણસહિત હતો; ત્યારે બ્રહ્મથી એક હતો
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૩