Moksha Marg Prakashak (Gujarati). Islamamat Sambandhi Vichar.

< Previous Page   Next Page >


Page 114 of 370
PDF/HTML Page 142 of 398

 

background image
કે જુદો? જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, તથા જો જુદો હતો તો માયા દૂર થતાં
એ બ્રહ્મમાં મળે છે, ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહિ? જો રહે છે તો સર્વજ્ઞને તો તેનું
અસ્તિત્વ જુદું ભાસે, એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા નથી. તથા
જો અસ્તિત્વ નથી રહેતું, તો પોતાનો જ અભાવ થવો કોણ ઇચ્છે? માટે એમ પણ બનતું નથી.
વળી એક પ્રકારે કોઈ મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે પણ કહે છે કેઃ‘બુદ્ધિ આદિનો
નાશ થતાં મોક્ષ થાય છે.’’ પણ ‘શરીરના અંગભૂત મનઇન્દ્રિયને આધીન જ્ઞાન ન રહ્યું’
એ પ્રમાણે કહેવું તો કામક્રોધાદિક દૂર થતાં જ બને છે તથા ત્યાં ચેતનતાનો અભાવ પણ
થયો માનીએ; તો એવી પાષાણાદિ સમાન જડ અવસ્થાને ભલી કેમ માનીએ? વળી રૂડું સાધન
કરતાં તો જાણપણું વધે છે છતાં રૂડું સાધન કરતાં જાણપણાનો અભાવ થવો કેમ મનાય?
લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. માટે એ પણ બનતું નથી.
એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે, પણ કાંઈ યથાર્થ જાણતા
નથી. માત્ર સંસારઅવસ્થાની મોક્ષઅવસ્થામાં કલ્પના કરી પોતાની ઇચ્છાનુસાર બોલે છે.
એ પ્રમાએ વેદાંતાદિ મતોમાં અન્યથા નિરૂપણ કરે છે.
£સ્લામમત સંબંધાી વિચાર
વળી એ જ પ્રમાણે મુસલમાનોના મતનું અન્યથાપણું નિરૂપણ કરીએ છીએ. જેમ તેઓ
બ્રહ્મને સર્વવ્યાપી, એક નિરંજન, સર્વનો કર્તા માને છે, તેમ આ ખુદાને માને છે. જેમ તેઓ
અવતાર થયા માને છે, તેમ આ પેગંબર થયા માને છે. જેમ તેઓ પુણ્ય
પાપના હિસાબ
લેવા તથા યથાયોગ્ય દંડાદિક દેવા ઠરાવે છે, તેમ આ ખુદાને ઠરાવે છે. જેમ તેઓ ગાય
આદિને પૂજ્ય કહે છે, તેમ આ સુવર આદિને કહે છે. એ બધાં તિર્યંચાદિક જ છે. જેમ
તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમ આ ખુદાની ભક્તિ કહે છે. જેમ તેઓ
કોઈ ઠેકાણે દયાને પોષે છે, તથા કોઈ ઠેકાણે હિંસાને પોષે છે તેમ આ પણ કોઈ ઠેકાણે
‘‘રહમ્’’ (-દયા) કરવી પોષે છે, તથા કોઈ ઠેકાણે ‘‘કતલ’’ કરવી પોષે છે. જેમ તેઓ કોઈ
ઠેકાણે તપશ્ચરણ કરવું પોષે છે, ત્યારે કોઈ ઠેકાણે વિષયસેવન પોષે છે. તે જ પ્રમાણે આ
પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે
છે ત્યારે કોઈ ઠેકાણે ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કરવો બતાવે છે; તેમ આ પણ
તેનો નિષેધ વા અંગીકાર કરવો બતાવે છે; એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે જોકે
નામાદિક જુદાં
જુદાં છે તોપણ પ્રયોજનભૂત અર્થની તેમાં એકતા છે.
વળી ઇશ્વર, ખુદા વગેરે મૂળ શ્રદ્ધાનની તો એકતા છે, પણ ઉત્તરશ્રદ્ધાનમાં ઘણા જ
ભેદો છે, ત્યાં તેઓથી પણ વિપરીતરૂપ વિષયકષાયહિંસાદિ પાપના પોષક પ્રત્યક્ષાદિ
પ્રમાણથી વિરુદ્ધ નિરૂપણ કરે છે, માટે મુસલમાનોનો મત મહાવિપરીતરૂપ જાણવો.
૧૨૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક