એ પ્રમાણે આ ક્ષેત્ર – કાળમાં જે જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું.
પ્રશ્નઃ — જો એ મતો મિથ્યા છે, તો મોટા મોટા રાજાદિકો વા મોટા વિદ્યાવાન
એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તરઃ — જીવોને મિથ્યાવાસના અનાદિથી છે, હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ
છે, વળી જીવોને વિષય – કષાયરૂપ કાર્યોની ઇચ્છા વર્તે છે અને તેમાં વિષય – કષાયરૂપ કાર્યોનું
જ પોષણ છે. તથા રાજાદિકો અને વિદ્યાવાનોનું એવા ધર્મમાં વિષય – કષાયરૂપ પ્રયોજન સિદ્ધ
થાય છે, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલ્લંઘી પાપ પણ જાણીને તે જે કાર્યોને કરવા
ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની
પ્રવૃત્તિ વિશેષ છે.
પ્રશ્નઃ — એ ધર્મમતોમાં પણ વિરાગતા અને દયા ઇત્યાદિક કહ્યાં છે?
ઉત્તરઃ — જેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય (નાણું) ચાલે નહિ, તેમ સાચ મેળવ્યા
વિના જૂઠ ચાલે નહિ; પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષય – કષાયનું જ પોષણ કર્યું છે.
જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધનિરૂપણ
કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે,
તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે.
જુઓ! આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા અને હિંદુઓ ઘટી ગયા, તથા
હિંદુઓમાં પણ અન્ય તો વધી ગયા અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે.
એ પ્રમાણે આ ક્ષેત્રમાં, આ કાળમાં મિથ્યાધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે.
✾ અન્યમત નિરુપિત તત્ત્વ વિચાર ✾
હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિવડે જુદા – જુદા મત સ્થાપિત થયા છે, તેમાં જે
તત્ત્વાદિક માને છે, તેનું નિરૂપણ કરીએ છીએ.
✾ સાંખ્યમત નિરાકરણ ✾
સાંખ્યમતમાં પચીસ તત્ત્વ માને છે, તે અહીં કહીએ છીએ — સત્ત્વ, રજ અને તમઃ એ
ત્રણ ગુણ કહે છે. સત્ત્વવડે પ્રસાદ (પ્રસન્નતા) થાય છે, રજોગુણવડે ચિત્તની ચંચળતા થાય છે,
તથા તમોગુણવડે મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ
છે તેનાથી બુદ્ધિ ઊપજે છે. તેનું જ નામ મહત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે, અહંકારથી
સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે — સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર તથા
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૫