Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 116 of 370
PDF/HTML Page 144 of 398

 

background image
એક મન થાય છે, પાંચ કર્મેન્દ્રિય થાય છેવચન, પગ, હાથ, ગુદા અને લિંગ, પાંચ તન્માત્રા
થાય છેરૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી,
સ્પર્શથી પવન, શબ્દથી આકાશ એ પ્રમાણે થયાં કહે છે. એ રીતે ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિસ્વરૂપ
છે, એનાથી ભિન્ન નિર્ગુણ કર્તા
ભોક્તા પુરુષ એક છે.
એ પ્રમાણે પચીસ તત્ત્વ કહે છે, પણ એ કલ્પિત છે. કારણ કેએ રાજસાદિ ગુણ આશ્રય
વિના કેવી રીતે હોય? એનો આશ્રય તો ચેતનદ્રવ્ય જ સંભવે છે. વળી એનાથી બુદ્ધિ થઈ કહે
છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, કોઈ જ્ઞાનગુણધારી પદાર્થમાં જ એ થતી દેખાય છે, તો
એનાથી જ્ઞાન થયું કેમ મનાય? અહીં કોઈ કહે કે
‘‘બુદ્ધિ જુદી છે અને જ્ઞાન જુદું છે’’ તો
મન તો આગળ સોળ માત્રામાં કહ્યું, તથા જ્ઞાન જુદું કહેશો તો બુદ્ધિ કોનું નામ ઠરાવશો? વળી
તેનાથી અહંકાર થયો કહ્યો. હવે પર વસ્તુમાં ‘‘હું કરું છું’’ એવું માનવાનું નામ અહંકાર છે,
પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી, તો તે જ્ઞાનવડે ઊપજ્યો કેમ કહેવાય?
વળી અહંકારવડે સોળ માત્રા ઊપજી કહી. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી, હવે શરીરમાં
નેત્રાદિ આકારરૂપ દ્રવ્યઇન્દ્રિયો છે, તે તો પૃથ્વીઆદિવત્ દેખાય છે, અને અન્ય વર્ણાદિકને
જાણવારૂપ ભાવઇન્દ્રિય છે તે જ્ઞાનરૂપ છે, ત્યાં અહંકારનું શું પ્રયોજન છે? શું અહંકાર બુદ્ધિરહિત
કોઈને દેખાય છે? તો અહંકારવડે નીપજવાં કેમ સંભવે?
વળી મન કહ્યું, પણ એ મન ઇન્દ્રિયવત્ જ છે. કારણ કે દ્રવ્યમન શરીરરૂપ છે, તથા
ભાવમન જ્ઞાનરૂપ છે. પાંચ કર્મેન્દ્રિયો કહી, પણ એ તો શરીરનાં જ અંગ છે, મૂર્તિક છે. અમૂર્તિક
અહંકારથી તેનું ઊપજવું કેવી રીતે મનાય?
વળી પાંચ જ કર્મેન્દ્રિયો નથી, પણ શરીરનાં બધાંય અંગો કાર્યકારી છે. તથા વર્ણન તો
સર્વજીવાશ્રિત છે. કેવળ મનુષ્યપર્યાયાશ્રિત જ નથી, તેથી સૂંઢપૂંછ ઇત્યાદિ અંગ પણ કર્મેન્દ્રિયો
જ છે. તો અહીં પાંચની જ સંખ્યા કેમ કહો છો?
વળી સ્પર્શાદિક પાંચ તન્માત્રા કહી, પણ રૂપાદિક કાંઈ જુદી વસ્તુ નથી, એ તો
પરમાણુઓથી તન્મય ગુણ છે, તો એ જુદા કેવી રીતે નીપજ્યા? વળી અહંકાર તો અમૂર્તિક
જીવનો પરિણામ છે, તેથી એ મૂર્તિકગુણ તેનાથી નીપજ્યો કેવી રીતે માનીએ?
તથા એ પાંચેથી અગ્નિ આદિ નીપજ્યા કહે છે, તે પણ પ્રત્યક્ષ જૂઠ છે, કારણ કે
રૂપાદિક અને અગ્નિ આદિને સહભૂત ગુણગુણીસંબંધ છે, માત્ર કહેવામાં ભિન્નતા છે; પણ
વસ્તુમાં ભેદ નથી. કોઈ પ્રકારે જુદા થતા ભાસતા નથી, કહેવામાત્ર વડે જ તેમાં ભેદ ઉપજાવીએ
છીએ, તો રૂપાદિકવડે અગ્નિ આદિ ઊપજ્યા કેવી રીતે માનીએ? કહેવામાં પણ ગુણીમાં ગુણ
છે. પણ ગુણથી ગુણી નીપજ્યો કેવી રીતે મનાય?
૧૨૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક