Moksha Marg Prakashak (Gujarati). Anyamatathi Jain dharmani Tulana.

< Previous Page   Next Page >


Page 127 of 370
PDF/HTML Page 155 of 398

 

background image
તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે? પરંતુ
પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએઃ
અન્યમતથી જૈનધાર્મની તુલના
જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે. કથાઓમાં, લોકાદિકના
નિરૂપણમાં, આચરણમાં વા તત્ત્વમાં જ્યાંત્યાં વીતરાગતાને જ પોષણ કરી છે. પણ અન્ય
મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના
કરી, કષાયભાવને જ પોષે છે. જેમ કે
અદ્વૈતબ્રહ્મવાદીસર્વને બ્રહ્મ માનવા વડે, સાંખ્યમતી
સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધઅકર્તા માનવાવડે, શિવમતી તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ
હોવી માનવાવડે, મીમાંસકકષાયજનિત આચરણને ધર્મ માનવાવડે, બૌદ્ધક્ષણિક માનવાવડે,
તથા ચાર્વાકપરલોકાદિક નહિ માનવાવડે, વિષયભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ
પોષણ કરે છે. જોકે તેઓ કોઈ ઠેકાણે કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, તો એ
છળવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું
ઠરાવ્યું, પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી, તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે
છે.
ત્યારે જૈનધર્મમાં દેવગુરુધર્માદિકનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરી કેવળ
વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે. કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વ
મતવાળા કહે છે. અને તે આગળ અન્યમતનાં જ શાસ્ત્રોની સાક્ષીવડે જૈનમતની સમીચીનતા
અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું.
અન્યમતી ભર્તૃહરિએ પણ શૃંગાર પ્રકરણમાં એમ કહ્યું છે કેઃ
एको रागिषु राजते प्रियतमादेहार्द्धधारी हरो,
र्नरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात्परः
दुर्वारस्मरवाणपन्नगविषव्यासक्तमुग्धो जनः
शेषः कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षणः
।।१७।।
આ શ્લોકમાં સરાગીઓમાં મહાદેવ તથા વીતરાગીઓમાં જિનદેવને પ્રધાન કહ્યા છે.
વળી સરાગભાવમાં અને વીતરાગભાવમાં પરસ્પર પ્રતિપક્ષીપણું છે, તેથી એ બંને ભલા નથી;
પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે. જેના હોવાથી તત્કાળ
* રાગીપુરુષોમાં તો એક મહાદેવ શોભે છે કે જેમણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધા શરીરમાં
ધારણ કરી રાખી છે. તથા વિરાગીઓમાં જિનદેવ શોભે છે કેજેમના સમાન સ્ત્રીઓનો સંગ છોડવાવાળો
બીજો કોઈ નથી. બાકીના લોકો તો દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂર્ચ્છિત થયા છે. કે
જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે
ન તો છોડી શકે છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૭