અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા અને સમીચીનતા
યોગવાસિષ્ઠ છત્રીસહજાર શ્લોક પ્રમાણ છે, તેના પ્રથમ વૈરાગ્યપ્રકરણમાં અહંકાર-
નિષેધાધ્યાયમાં વસિષ્ઠ અને રામના સંવાદમાં કહ્યું છે કેઃ —
रामोवाच : — ‘‘नाहं रामो न मे वांछा भावेषु च न मे मनः ।
शांतिमास्थातुमिच्छामि स्वात्मन्येव जिनो यथा’’१ ।। (સર્ગ ૧૫, પૃ. ૩૩)
આ શ્લોકમાં રામચંદ્રજીએ જિન સમાન થવાની ઇચ્છા કરી, તેથી રામચંદ્રજી કરતાં
જિનદેવનું ઉત્તમપણું અને પ્રાચીનપણું પ્રગટ થયું. વળી દક્ષિણામૂર્તિ સહસ્રનામમાં કહ્યું છે કેઃ —
शिवोवाच : – ‘‘जैनमार्गरतो जैन जिन क्रोधो जितामयः’’
અહીં ભગવંતનું નામ જૈનમાર્ગમાં લીન તથા જૈન કહ્યું તેથી તેમાં જૈનમાર્ગની પ્રધાનતા
વા પ્રાચીનતા પ્રગટ થઈ. વળી વૈશંપાયનસહસ્રનામમાં કહ્યું છે કેઃ —
‘‘कालनेमिर्म्महावीरः शूरः शौरिर्जिनेश्वरः’’ (મહાભારત અ. ૫ શ્લોક ૮૨ અ. ૧૪૯)
અહીં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું, તેથી જિનેશ્વર ભગવાન છે. વળી દુર્વાસાૠષિકૃત
‘‘મહામ્નિસ્તોત્ર’’માં એમ કહ્યું છે કેઃ —
‘‘तत्तदर्शनमुख्यशक्तिरिति च त्वं ब्रह्मकर्मेश्वरी
कर्तार्हन् पुरुषो हरिश्च सविता बुद्धः शिवस्त्वं गुरुः ।’’
અહીં ‘અર્હંત તમે છો,’ એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી, તેથી અરહંતમાં
ભગવાનપણું પ્રગટ થયું.
વળી હનુમન્નાટકમાં કહ્યું છે કેઃ —
‘‘यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः
बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः ।
अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः
सोऽयं वो विदधातु वांछितफलं त्रैलोक्यनाथ प्रभुः२ ।।३।।
૧.હું રામ નથી, મારી કાંઈ ઇચ્છા નથી, અન્ય ભાવો વા પદાર્થોમાં મારું મન નથી, હું તો
જિનદેવ સમાન મારા આત્મામાં શાંતિ સ્થાપન કરવા જ ઇચ્છું છું.
૨.આ હનુમન્નાટકના મંગલાચરણનો શ્લોક છે તેનો અભિપ્રાય એ છે કે — જેની શિવમાર્ગિઓ
શિવ કહીને, વેદાંતિઓ બ્રહ્મ કહીને, બૌદ્ધો બુદ્ધદેવ કહીને, નૈયાયિકો કર્તા કહીને, જૈનો અર્હંત્
કહીને, તથા મીમાંસકો કર્મ કહીને ઉપાસના કરે છે, તે ત્રૈલોકનાથ પ્રભુ તમારા મનોરથને સફળ
કરો! (હનુમાન નાટક મંગળાચરણ શ્લોક – ૩)
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૯