વળી દશાવતારચરિત્રમાં ‘‘बद्धवा पद्मासनं यो नयनयुगमिदं न्यस्यनासाग्रदेशे’’ ઇત્યાદિ
બુદ્ધાવતારનું સ્વરૂપ અરિહંતદેવ જેવું લખ્યું છે. હવે જો એવું સ્વરૂપ પૂજ્ય છે, તો અરિહંતદેવ
સહજ પૂજ્ય થયા.
વળી કાશીખંડમાં દેવદાસરાજાને સંબોધી રાજ્ય છોડાવ્યું, ત્યાં નારાયણ તો વિનયકીર્તિ
યતી થયો, લક્ષ્મીને તો વિનયથી અર્જિકા કરી, તથા ગરુડને શ્રાવક કર્યો, એવું કથન છે. હવે
જો સંબોધન કરવા કાળે જૈનવેષ બનાવ્યો, તો જૈન હિતકારી અને પ્રાચીન પ્રતિભાસે છે. વળી
પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ —
भवस्य पश्चिमे भागे वामनेन तपः कृतम् ।
तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः ।।१।।
पद्मासनसमासीनः श्याममूर्तिदिगम्बरः ।
नेमिनाथः शिवेन्येवं नाम चक्रेअस्य वामनः ।।२।।
कलिकाले महाघोरे सर्व पापप्रणाशकः ।
दर्शनात्स्पर्शनादेव कोटियज्ञफलप्रदः ।।३।।
અહીં વામનને પદ્માસનસ્થદિગંબર નેમિનાથનું દર્શન થવાનું કહ્યું, તેનું જ નામ શિવ
કહ્યું, તથા તેના દર્શનાદિકથી કોટિયજ્ઞનું ફળ કહ્યું. હવે એવા નેમિનાથનું સ્વરૂપ તો જૈનો પ્રત્યક્ષ
માને છે, તે પ્રમાણ ઠર્યું.
વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ —
रेवताद्रौ जिनो नेमिर्युगादिर्विमलाचले ।
ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ।।१।।
અહીં નેમિનાથને જિન કહ્યા, તેના સ્થાનને મોક્ષના કારણરૂપ ૠષિનો આશ્રમ કહ્યો,
તથા યુગાદિના સ્થાનને પણ એવો જ કહ્યો, તેથી તે ઉત્તમ – પૂજ્ય ઠર્યા.
વળી નગરપુરાણમાં ભવાવતારરહસ્યમાં કહ્યું છે કેઃ —
१अकारादिहकारान्तं मुर्द्धाधोरेफ संयुतम् ।
नादविन्दुकलाक्रान्तं चंद्रमण्डलसन्निभम् ।।१।।
एतद्देवि परं तत्त्वं यो विजानातितत्त्वतः ।
संसारबन्धनं छित्वा स गच्छेत्परमां गतिम् ।।२।।
૧.હે દેવી! અર્હં એવા આ પરમતત્ત્વને જે વસ્તુતઃ જાણે છે તે સંસારના બંધન કાપીને પરમધામને
પામે છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૪૧