અહીં ‘‘અર્હં’’ એ પદને પરમતત્ત્વ કહ્યું, અને તેને જે વસ્તુતઃ (ખરેખર) જાણે છે
તેને પરમગતિની પ્રાપ્તિ કહી.
આ ‘‘અર્હં’’ પદ તો જૈનમતોક્તિ છે.
વળી નગરપુરાણમાં કહ્યું છે કે —
दशभिर्भोजितैविप्रैः यत्फलं जायते कृते ।
मुनेरर्हत्सुभक्तस्य तत्फलं जायते फलौ ।।१।।
અહીં કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ કહ્યું, તેટલું કળિયુગમાં
એક અર્હંતભક્ત મુનિને ભોજન કરાવવાનું કહ્યું છે. તેથી જૈનમુનિ ઉત્તમ ઠર્યા.
વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કેઃ —
कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः ।
चक्षुष्मान् यशस्वी वाभिचन्द्रोअथ प्रसेनजित् ।।१।।
मरुदेवी च नाभिश्च भरते कुल सत्तमाः ।
अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः ।।२।।
दर्शयन् वर्त्मं वीराणां सुरासुरनमस्कृतः ।
नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः ।।३।।
અહીં વિમલવાહનાદિક મનુ કહ્યા, પણ જૈનો માં કુલકરોનાં એ જ નામ કહ્યા છે,
તથા યુગની આદિમાં પ્રથમજિનને માર્ગદર્શક અને સુરાસુરદ્વારા પૂજિત કહ્યા. હવે જો એમ જ
છે, તો જૈનમત યુગની આદિથી જ છે, તથા પ્રમાણભૂત છે, એમ કેમ ન કહેવું?
વળી ૠગ્વેદમાં પણ કહ્યું છે કેઃ —
ॐ त्रैलोक्यप्रतिष्ठातान्, चतुर्विशति तीर्थंकरान्ः ऋषभाद्या – वर्द्धमानान्तान्, सिद्धान् शरणं प्रपद्ये.१
ॐ पवित्रं नग्नमुपवि प्रसामहे एषां (नग्नये) जातिर्येषां वीरं । सुवीर२ इत्यादि ।
યજુર્વેદમાં અ. ૨૫ મં. ૧૯ માં પણ કહ્યું છે કેઃ —
ॐ नमोऽर्हन्तो ऋषभो । ॐ ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परम माहसंस्तुतं शत्रुजयंतं
૧.શ્રી ૠષભદેવથી માંડીને શ્રી વર્દ્ધમાન સુધીના સિદ્ધો કે જેઓ ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામવાવાળા
છે, તથા ચોવીસ તીર્થોને સ્થાપવાવાળા છે, તે સિદ્ધોના શરણને હું પ્રાપ્ત થાઉં છું.
૨.પવિત્ર, શુદ્ધ અને પાપથી બચાવવાવાળા નગ્ન (દિગંબર) દેવોને અમે પ્રસન્ન કરીએ છીએ.
જેમની જાતિ નગ્ન રહે છે, તથા જેઓ બળયુક્ત છે.
૧૪૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક