पशुरिंद्रमाहुतिरिति स्वाहा ।। ॐ त्रातारमिंद्रं ऋषभं वदन्ति अमृतारमिंद्रं हवे सुगतं सुपार्श्वमिदं हवे
शक्रमर्जितं तद्वर्द्धमानपुरुहूतमिंद्रमाहुरिति स्वाहा ।। ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भं सनातनं उपैमि वीरं
पुरुषमर्हंतमादित्यवर्णं तमसः परस्तात् स्वाहाः ।। ॐ स्वस्तिन् इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषा विश्ववेदाः
स्वस्तिनस्तार्क्ष्यों अरिष्टनेमिः१ स्वस्तिन बृहस्पतिदधातु ।। दीर्घायुस्त्वायुबलायुवा शुभजातायु ॐ रक्ष रक्ष
अरिष्टनेमिः स्वाहा ।। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽरमार्कं २अरिष्टनेमिः स्वाहाः ।।
અહીં જે જૈનતીર્થંકરોના નામ તથા પૂજન કહ્યાં, તેથી એમ ભાસે છે કે — વેદરચના
તેના પછી થઈ છે.’’
એ પ્રમાણે અન્યમતોની સાક્ષીથી પણ જૈનમતની ઉત્તમતા તથા પ્રાચીનતા દ્રઢ થઈ. વળી
જૈનમતને જોતાં પણ એ મતો કલ્પિત જ ભાસે છે, તેથી જે પોતાના હિતના ઇચ્છુક હોય,
તેઓ પક્ષપાત છોડી સાચા જૈનધર્મને અંગીકાર કરે!
અન્યમતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. પહેલા અવતારમાં વેદનો ઉદ્ધાર કર્યો ત્યાં
યજ્ઞાદિકમાં હિંસાદિકનું પોષણ કર્યું, ત્યારે બુદ્ધાવતારે યજ્ઞના નિંદક થઈ હિંસાદિ નિષેધ્યાં.
વૃષભાવતારે વીતરાગસંયમનો માર્ગ બતાવ્યો, ત્યારે કૃષ્ણાવતારે પરસ્ત્રીરમણાદિ વિષય –
કષાયાદિકના માર્ગ બતાવ્યા. હવે એમાં આ સંસારી જીવ કોનું કહેલું કરે? કોના અનુસાર પ્રવર્તે?
તથા એ બધા અવતારોને એક બતાવે છે. એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા
કેવી રીતે કહે છે, વા પ્રવર્તે છે, તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે?
કોઈ ઠેકાણે ક્રોધાદિક કષાયો વા વિષયોનો નિષેધ કરે છે, ત્યારે કોઈ ઠેકાણે લડવાનો
વા વિષય સેવવાનો ઉપદેશ આપે છે, અને ત્યાં પ્રારબ્ધ બતાવે છે. પણ ક્રોધાદિક થયા વિના
જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતાં હોય તો એ અમે પણ માનીએ; પણ એમ તો થતાં
નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતાં ક્રોધાદિક થયા ન માનીએ, તો એ જુદા ક્રોધાદિક કોણ
છે? તેનો તો તમે નિષેધ કર્યો છે, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે.
ગીતામાં વીતરાગતા બતાવી વળી લડવાનો ઉપદેશ કર્યો, એ પ્રત્યક્ષ વિરોધ દેખાય છે.
ૠષીશ્વરાદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતાં નિંદ્યપણું શું ન થયું?
ઇત્યાદિ જાણવું.
વળી ‘‘अपुत्रस्यगतिर्नास्ति’’ એમ પણ તેઓ કહે છે, ત્યારે ભારતમાં એમ પણ કહ્યું
છે કેઃ —
अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् ।
दिवं गतानि राजेन्द्र अकृत्वा कुलसन्ततिम् ।।
૩.ૠગ્વેદ અષ્ટ ૧ અ૦ ૬ વર્ગ ૧૬.
૪.યજુર્વેદ અ૦ ૨૫ મંત્ર ૧૬, અષ્ટ ૯૧ અ૦ ૬ વર્ગ – ૧
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૪૩