અહીં કુમારબ્રહ્મચારીઓને સ્વર્ગ ગયા બતાવ્યા, પણ પરસ્પર વિરોધ છે.
વળી ૠષીશ્વરભારતમાં એમ કહ્યું છે કેઃ —
मद्यमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम् ।
ये कुर्वन्ति वृथास्तेषां तीर्थयात्रां जपस्तपः ।।१।।
वृथा एकादशी प्रोक्ता वृथा जागरणं हरेः ।
वृथा च पौष्करी यात्रा कृत्स्नं चान्द्रायणं वृथा ।।२।।
चातुर्मास्ये तु सम्प्राप्ते रात्रिभोज्यं करोति यः ।
तस्य शुद्धिर्न विद्येत चान्द्रायणशतैरपि ।।३।।
અહીં મદ્ય – માંસ, રાત્રિભોજન, ચોમાસામાં તો વિશેષપણે રાત્રિભોજન અને કંદભક્ષણનો
નિષેધ કર્યો, ત્યારે મોટા પુરુષોને મદ્ય – માંસાદિકનું સેવન કરવું બતાવે છે, તથા વ્રતાદિકમાં
રાત્રિભોજન વા કંદાદિભક્ષણને સ્થાપન કરે છે. એ પ્રમાણે વિરુદ્ધ નિરૂપણ કરે છે.
એ જ પ્રમાણે અન્યમતના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરુદ્ધ અનેક વચનો છે. શું કરીએ? કોઈ
ઠેકાણે તો પૂર્વપરંપરા જાણી વિશ્વાસ અણાવવા માટે યથાર્થ કહ્યું, ત્યારે કોઈ ઠેકાણે વિષય –
કષાય પોષવા અર્થે અયથાર્થ કહ્યું. હવે જ્યાં પૂર્વાપરવિરોધ હોય, તેનાં વચન પ્રમાણ કેવી રીતે
કરીએ?
અન્યમતોમાં ક્ષમા – શીલ – સંતોષાદિકને પોષણ કરતાં વચનો છે તે તો જૈનમતમાં હોય
છે, પણ વિપરીત વચનો છે તે તેમનાં કલ્પિત છે. જૈનમતાનુસાર વચનોના વિશ્વાસથી તેમના
વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, માટે અન્યમતોનું કોઈ અંગ ભલું દેખીને પણ ત્યાં
શ્રદ્ધાનાદિક ન કરવું, પણ જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી, તેમ અહીં જાણવું.
વળી કોઈ ઉત્તમધર્મનું અંગ જૈનમતમાં ન હોય અને અન્યમતમાં હોય; અથવા કોઈ
નિષિદ્ધધર્મનું અંગ જૈનમતમાં હોય અને અન્યમતમાં ન હોય, તો અન્યમતને આદરો. પણ એમ
તો સર્વથા હોય જ નહિ, કારણ કે – સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપું નથી, માટે અન્યમતોનું
શ્રદ્ધાનાદિક છોડી જૈનમતનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું. વળી કાળદોષથી કષાયી જીવોએ જૈનમતમાં
પણ કલ્પિતરચના કરી છે, તે અહીં દર્શાવીએ છીએ.
✾ શ્વેતાંબરમત – નિરાકરણ ✾
શ્વેતાંબરમતવાળા કોઈએ સૂત્ર બનાવ્યાં, તેને તેઓ ગણધરનાં કર્યાં કહે છે, તેમને
પૂછીએ છીએ કે – ગણધરે આચારાંગાદિક બનાવ્યાં, કે જે વર્તમાનમાં તમારે છે, તે એટલા
પ્રમાણ સહિત જ કર્યાં હતાં, કે ઘણા પ્રમાણ સહિત કર્યાં હતાં? જો એટલા પ્રમાણ સહિત
૧૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક