જ કર્યાં હતાં, તો તમારા શાસ્ત્રોમાં આચારાંગાદિકના પદોનું પ્રમાણ અઢારહજાર આદિ કહ્યું
છે, તેની વિધિ મેળવી આપો!
પદનું પ્રમાણ કેટલું? જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેલા પ્રમાણથી ઘણાં પદ
થઈ જશે, તથા જો પ્રમાણપદ કહેશો, તો એ એક પદના સાધિક (કંઈક અધિક) એકાવન
ક્રોડ શ્લોક છે. હવે આ તો ઘણાં અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. આચારાંગાદિકથી
દશવૈકાલિકાદિકનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને?
તમે કહેશો કે — ‘‘આચારાંગાદિક તો મોટાં હતાં, પણ કાળદોષ જાણી તેમાંથી જ
કેટલાંક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યાં છે.’’ પણ પ્રથમ તો તૂટક ગ્રંથ પ્રમાણ નથી. વળી
એવો પ્રબંધ છે કે — જો કોઈ મોટો ગ્રંથ બનાવે, તો તેમાં સર્વ વર્ણન વિસ્તાર પૂર્વક કરે,
તથા નાનો ગ્રંથ બનાવે, તો તેમાં સંક્ષેપ વર્ણન કરે, પરંતુ સંબંધ તૂટે નહિ. તથા કોઈ મોટા
ગ્રંથમાંથી થોડુંઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહિ – કથનનો અનુક્રમ તૂટી જાય.
પણ તમારાં સૂત્રોમાં તો કથાદિકનો પણ સંબંધ મળતો ભાસે છે – તૂટકપણું ભાસતું નથી.
વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોવી જોઈએ. એટલે તેના કરેલા
ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં ઘણો અર્થ હોવો જોઈએ. પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી
પણ ગંભીરતા નથી.
વળી જે ગ્રંથ બનાવે, તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે કે – ‘‘અમુક કહે છે,’’
પરંતુ ‘‘હું કહું છું’’ એમ કહે. હવે તમારાં સૂત્રોમાં ‘‘હે ગૌતમ’’ વા ‘‘ગૌતમ કહે છે’’ એવાં
વચન છે. એવાં વચન તો ત્યારે જ સંભવે કે – જ્યારે અન્ય કોઈ કર્તા હોય. તેથી એ સૂત્રો
ગણધરકૃત નથી, પણ અન્યનાં કરેલાં છે. માત્ર ગણધરના નામવડે કલ્પિત રચનાને તેઓ પ્રમાણ
કરાવવા ઇચ્છે છે, પણ વિવેકી તો પરીક્ષાવડે માને, કહેવામાત્રથી તો ન માને.
વળી તેઓ એમ પણ કહે છે કે — ‘‘કોઈ દશપૂર્વધારી થયા, તેણે ગણધરસૂત્રોના
અનુસાર આ સૂત્રો બનાવ્યાં છે.’’ ત્યાં અમે પૂછીએ છીએ કે – જો નવા ગ્રંથ બનાવ્યા હતા,
તો નવાં નામ રાખવાં હતાં, અંગાદિકનાં નામ શા માટે રાખ્યાં? જેમ કોઈ મોટા શાહુકારની
પેઢીના નામવડે પોતાનું શાહુકારું પ્રગટ કરે, તેવું આ કાર્ય થયું. એ સાચા હોત તો ( – જેમ
દિગંબર આચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધરદેવદ્વારા ભાષિત અંગપ્રકીર્ણક અનુસાર
રચ્યા, તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતાનું જુદું જુદું રાખ્યું, તથા એ ગ્રંથોનાં
નામ પણ જુદાં જુદાં રાખ્યાં, પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદિક ન રાખ્યું, વા ન એમ
લખ્યું કે – એ ગણધરદેવનાં રચેલાં છે.) – જેમ દિગંબરોમાં ગ્રંથોનાં નામ રાખ્યાં, તથા પૂર્વગ્રંથોનું
અનુસારીપણું કહ્યું, તેમ કહેવું યોગ્ય હતું. પણ અંગાદિકનું નામ ધરી ગણધરદેવનો ભ્રમ શા
માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીનાં વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૪૫