અણાવવા અર્થે જે જિનમતાનુસાર કથન છે તે તો સત્ય જ છે, દિગંબર પણ તેમ જ કહે
છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે, તેમાં પૂર્વાપરવિરુદ્ધપણું વા પ્રત્યાક્ષદિ પ્રમાણમાં વિરુદ્ધપણું
ભાસે છે, તે અહીં દર્શાવીએ છીએ —
✾ અન્યલિંગથી મુક્તિનો નિષેધ ✾
અન્યલિંગીને, ગૃહસ્થને, સ્ત્રીને વા ચાંડાલાદિ શૂદ્રોને સાક્ષાત્ મોક્ષપ્રાપ્તિ હોવી માને છે,
પણ એમ બને નહિ. કારણ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રની એકતા મોક્ષમાર્ગ છે. હવે તેઓ
સમ્યગ્દર્શનનું સ્વરૂપ તો એવું કહે છે કે —
अरहंतो महादेवो जावज्जीवं सुसाहणो गुरुणो ।
जिणपण्णत्तं तत्तं ए सम्मत्तं मए गहियं ।।१।।
હવે અન્યલિંગીને અરહંત દેવ, સાધુ, ગુરુ, જિનપ્રણીત તત્ત્વની માન્યતા કેમ સંભવે?
અને તેથી સમ્યક્ત્વ પણ ન હોય, તો મોક્ષ કેવી રીતે હોય?
અહીં જો કહેશો કે — ‘‘અંતરંગ શ્રદ્ધાન હોવાથી તેમને સમ્યક્ત્વ હોય છે.’’ હવે
વિપરીતલિંગધારકની પ્રશંસાદિક કરતાં પણ સમ્યક્ત્વને અતિચાર કહ્યો છે, તો
સત્યશ્રદ્ધાન થયા પછી પોતે વિપરીતલિંગનો ધારક કેવી રીતે રહે? સત્યશ્રદ્ધાન થયા
પછી મહાવ્રતાદિ અંગીકાર કર્યે સમ્યક્ચારિત્ર હોય તે અન્યલિંગીમાં ક્યાંથી બને? જો
અન્યલિંગમાં પણ સમ્યક્ચારિત્ર હોય, તો જૈનલિંગ અન્યલિંગ સમાન થયું, માટે અન્યલિંગીને
મોક્ષ કહેવો મિથ્યા છે.
✾ ગૃહસ્થમુકિત નિષેધા ✾
વળી ગૃહસ્થને મોક્ષ કહે છે; પણ હિંસાદિક સર્વસાવદ્યયોગનો ત્યાગ કરતાં
સમ્યક્ચારિત્ર હોય છે. હવે સર્વસાવદ્યયોગનો ત્યાગ કરતાં ગૃહસ્થપણું કેમ સંભવે? અહીં કહેશો
કે – ‘‘અંતરંગનો ત્યાગ થયો છે, પણ અહીં તો ત્રણે યોગ વડે ત્યાગ કરે છે, તો કાયવડે ત્યાગ
કેવી રીતે થયો? વળી બાહ્યપરિગ્રહાદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે.’’ તો મહાવ્રતોમાં
બાહ્યત્યાગ કરવાની તો પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહિ, અને
મહાવ્રત વિના છઠ્ઠું આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને
મોક્ષ કહેવો એ મિથ્યાવચન છે.
✾ સ્ત્રીમુકિત નિષેધા ✾
વળી સ્ત્રીને મોક્ષ કહે છે, પણ જેનાથી સાતમી નરકગમનયોગ્ય પાપ ન થઈ શકે,
તેનાથી મોક્ષકારણરૂપ શુદ્ધભાવ કેવી રીતે થઈ શકે? કારણ કે – જેના ભાવ દ્રઢ હોય તે જ
૧૪૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
19