ઉત્કૃષ્ટ પાપ વા ધર્મ ઉપજાવી શકે છે. સ્ત્રીને નિઃશંક એકાંતમાં ધ્યાન ધરવું, તથા સર્વ
પરિગ્રહાદિકનો ત્યાગ કરવો સંભવતો નથી.
તમે કહેશો કે — ‘‘એક સમયમાં પુરુષવેદી, સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધિ થવી
સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ માનીએ છીએ.’’ પણ ત્યાં ભાવવેદી છે કે દ્રવ્યવેદી છે?
જો ભાવવેદી છે, તો તે અમે પણ માનીએ છીએ, તથા દ્રવ્યવેદી છે, તો પુરુષ – સ્ત્રીવેદી લોકમાં
ઘણા દેખાય છે, અને નપુંસક તો કોઈ વિરલા જ દેખાય છે, તો એક સમયમાં મોક્ષ જવાવાળા
આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી.
જો તમે કહેશો કે — ‘‘નવમા ગુણસ્થાન સુધી વેદ કહ્યો છે,’’ તો એ કથન પણ
ભાવવેદની અપેક્ષાએ જ છે, જો દ્રવ્યવેદની અપેક્ષાએ હોય તો ચૌદમા ગુણસ્થાન સુધી વેદનો
સદ્ભાવ સંભવે.
માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મિથ્યા છે.
✾ શૂદ્રમુકિત નિષેધા ✾
વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગૃહસ્થો સન્માનાદિક
કરી દાનાદિક કેવી રીતે આપે? આપે તો લોકવિરુદ્ધ થાય. વળી નીચ કુલવાળાને ઉત્તમ
પરિણામ થઈ શકે નહિ, તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો પાંચમા ગુણસ્થાન સુધી જ છે,
ઉપરનાં ગુણસ્થાન ચઢ્યા વિના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે – ‘‘સંયમ ધાર્યા પછી
તેને ઉચ્ચગોત્રનો ઉદય કહીએ છીએ.’’ તો સંયમ ધારવા, ન ધારવાની અપેક્ષાએ નીચ –
ઉચ્ચગોત્રનો ઉદય ઠર્યો. એમ થતાં અસંયમી મનુષ્ય – તીર્થંકર – ક્ષત્રિયાદિકને પણ નીચગોત્રનો
ઉદય ઠરશે. જો તેમને કુલ અપેક્ષાએ ઉચ્ચગોત્રનો ઉદય કહેશો, તો ચાંડાલાદિકને પણ કુલ
અપેક્ષાએ જ નીચગોત્રનો ઉદય કહો! તમારાં સૂત્રોમાં પણ તેનો સદ્ભાવ પાંચમા ગુણસ્થાન
સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય, માટે શૂદ્રોનો મોક્ષ કહેવો
મિથ્યા છે.
એ પ્રમાણે તેમણે સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી, તેનું પ્રયોજન એ છે કે – સર્વને ભલું
મનાવવું, મોક્ષની લાલચ આપવી, તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી; પરંતુ વિચાર કરતાં
એ મિથ્યા ભાસે છે.
✾ અચ્છેરાનો નિષેધા ✾
વળી તેમનાં શાસ્ત્રોમાં ‘‘અછેરાં’’ કહે છે, અને કહે છે કે – ‘‘હુંડાવસર્પિણીકાળના
નિમિત્તથી એ થયાં છે, એને છેડવાં નહિ.’’ પણ કાળદોષથી ઘણી ય વાતો થાય, પરંતુ
પ્રમાણવિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણવિરુદ્ધ પણ થાય. તો આકાશમાં ફૂલ તથા ગધેડાંને શીંગડાં
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૪૭