ઇત્યાદિ થવું પણ બને, પણ તેમ થવું સંભવતું નથી. માટે તેઓ જે અછેરાં કહે છે, તે
પ્રમાણવિરુદ્ધ છે. શામાટે તે અહીં કહીએ છીએઃ —
‘‘વર્ધમાનજિન કેટલોક કાળ બ્રાહ્મણીના ગર્ભમાં રહી, પછી ક્ષત્રિયાણીના ગર્ભમાં વધ્યા’’
એમ તેઓ કહે છે. હવે કોઈનો ગર્ભ કોઈમાં મૂક્યો પ્રત્યક્ષ ભાસતો નથી, તેમ અનુમાનાદિકમાં
પણ આવતો નથી. તીર્થંકરને થયો કહીએ, તો ગર્ભકલ્યાણક કોઈના ઘેર થયું તથા જન્મકલ્યાણક
કોઈ અન્યના ઘેર થયું, રત્નવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘેર થઈ, અને કેટલાક દિવસ
કોઈ અન્યના ઘેર થઈ, સોળસ્વપ્ન કોઈને આવ્યાં ત્યારે પુત્ર કોઈને થયો; ઇત્યાદિક
અસંભવિતતા ભાસે છે. વળી માતા તો બે થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો, અને
જન્મકલ્યાણાદિકમાં તેનું સન્માન ન કર્યું, અન્ય કલ્પિત પિતાનું કર્યું, તથા તીર્થંકરને બે પિતા
કહેવા મહાવિપરીત ભાસે છે, સર્વોત્કૃષ્ટપદના ધારક માટે એવાં વચન સાંભળવાં પણ યોગ્ય
નથી.
વળી તીર્થંકરની પણ એવી અવસ્થા થઈ, તો અન્ય સ્ત્રીનો ગર્ભ અન્ય સ્ત્રીમાં ધરી દેવો
સર્વત્ર ઠરે. અને એમ થતાં વૈષ્ણવો જેમ અનેક પ્રકારથી પુત્ર – પુત્રીનું ઊપજવું બતાવે છે, તેવું
આ કાર્ય પણ થયું. હવે આવા નિકૃષ્ટકાળમાં પણ એ પ્રમાણે હોય જ નહિ, તો ચોથાકાળમાં
એમ થવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે.
વળી મલ્લિ તીર્થંકરને તેઓ કન્યા કહે છે, પણ મુનિ – દેવાદિકની સભામાં સ્ત્રીની સ્થિતિ
કરવી, ઉપદેશ આપવો સંભવતો નથી. વા સ્ત્રીપર્યાય હીન છે, જે ઉત્કૃષ્ટ તીર્થંકરપદધારકને હોય
નહિ. વળી તેઓ તીર્થંકરને નગ્નલિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહિ. ઇત્યાદિક
વિચાર કરતાં અસંભવિત ભાસે છે.
હરિક્ષેત્રના ભોગભૂમિઆને નરકમાં ગયો કહે છે, પણ બંધવર્ણનમાં તો ભોગભૂમિઆને
દેવગતિ – દેવાયુનો જ બંધ કહે છે, તો તે નરકમાં કેવી રીતે ગયો? સિદ્ધાંતમાં તો અનંતકાળમાં
જે વાત હોય, તે પણ કહે છે. જેમ ત્રીજા નરક સુધી તીર્થંકરપ્રકૃતિનું સત્ત્વ કહ્યું, તથા
ભોગભૂમિયાને નરકાયુ – ગતિનો બંધ ન કહ્યો. હવે કેવલજ્ઞાની તો ભૂલે નહિ. માટે એ મિથ્યા
છે.
એ પ્રમાણે સર્વ અચ્છેરાં અસંભવિત જાણવા.
વળી તેઓ કહે કે — ‘‘એને છેડવાં નહિ.’’ પણ જૂઠ કહેવાવાળો એમ જ કહે. અહીં
જો કહેશો કે – ‘‘દિગંબરમાં જેમ તીર્થંકરને પુત્રી અને ચક્રવર્તીનું માનભંગ, ઇત્યાદિ કાર્ય
કાળદોષથી થયાં કહે છે, તેમ આ પણ થયાં’’ પણ એ કાર્યો તો પ્રમાણવિરુદ્ધ નથી અન્યને
થતાં હતાં. તે મહાનપુરુષોને થયાં, તેથી કાળદોષ થયો કહે છે. પણ ગર્ભહરણાદિ કાર્ય, કે
જે પ્રત્યક્ષ – અનુમાનાદિકથી વિરુદ્ધ છે, તે તેમને હોવા કેમ સંભવે?
૧૪૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક