વળી અન્ય પણ ઘણાં કથનો પ્રમાણવિરુદ્ધ કહે છે. જેમ કહે છે કે – સર્વાર્થસિદ્ધિનો દેવ
મનથી જ પ્રશ્ન કરે છે, અને કેવલીભગવાન મનથી જ ઉત્તર આપે છે. હવે સામાન્ય જીવના
જ મનની વાત મનઃપર્યય જ્ઞાની વિના જાણી શકે નહિ, તો કેવળીના મનની વાત સર્વાર્થસિદ્ધિનો
દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવમનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જડ છે –
આકારમાત્ર છે, તો ઉત્તર કોણે આપ્યો? માટે એ મિથ્યા છે.
એ પ્રમાણે અનેક પ્રમાણવિરુદ્ધ કથન કર્યાં છે, માટે તેમનાં આગમ કલ્પિત જાણવાં.
✾ શ્વેતાંબરમત કથિત દેવ – ગુરુ – ધાર્મનું અન્યથા સ્વરુપ ✾
શ્વેતાંબરમતવાળા દેવ – ગુરુ – ધર્મનું સ્વરૂપ પણ અન્યથા નિરૂપણ કરે છે.
દેવનું અન્યથા સ્વરુપ —
કેવળીને ક્ષુધાદિક દોષ કહે છે, એ દેવનું અન્યથા સ્વરૂપ છે. કારણ કે – ક્ષુધાદિક દોષ
હોતાં આકુલતા હોય ત્યારે અનંત સુખ કેવી રીતે બને? અહીં જો કહેશો કે – ‘‘શરીરને ક્ષુધા
લાગે છે, પણ આત્મા તદ્રૂપ થતો નથી’’ તો ક્ષુધાદિકનો ઉપાય, આહારાદિક ગ્રહણ કર્યો શા
માટે કહો છો? ક્ષુધાદિવડે પીડિત થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો કે – ‘‘જેમ
કર્મોદયથી વિહાર થાય છે, તે જ પ્રમાણે આહાર ગ્રહણ થાય છે.’’ પણ વિહાર તો
વિહાયોગતિપ્રકૃતિના ઉદયથી થાય છે, તથા એ પીડાનો ઉપાય નથી, ઇચ્છા વિના પણ કોઈ
જીવને થતો જોઈએ છીએ; પરંતુ આહાર છે, તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતાં
જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે જ તેનું ગળી જવું થાય છે, માટે
વિહારવત્ આહાર નથી.
જો કહેશો ક — ‘‘શાતાવેદનીયના ઉદયથી આહાર ગ્રહણ થાય છે,’’ તો એ પણ બનતું
નથી. કારણ કે – જે જીવ ક્ષુધાવડે પીડિત હોય, અને પાછળથી આહારાદિ ગ્રહણથી સુખ માને,
તેને આહારાદિક શાતાના ઉદયથી થયાં કહેવાય. શાતાવેદનીયના ઉદયથી આહારાદિકનું ગ્રહણ
સ્વયં થાય, એમ તો નથી. જો એમ હોય તો શાતાવેદનીયનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ
નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિક કરે છે તેમને શાતાનો ઉદય
પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અશાતાનો ઉદય પણ સંભવે છે.
માટે જેમ ઇચ્છાવિના પણ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઇચ્છા
વિના કેવળ શાતાવેદનીયના જ ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ત્યારે તે કહે છે કે –
‘‘સિદ્ધાંતમાં કેવળીને ક્ષુધાદિક અગિયાર પરિષહ કહ્યા છે, તેથી તેને ક્ષુધાનો સદ્ભાવ સંભવે
છે. વળી આહારાદિક વિના તેની (ક્ષુધાની) ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક
માનીએ છીએ.’’
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૪૯