Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 370
PDF/HTML Page 169 of 398

 

background image
વળી અન્નાદિકનો આહાર કાંઈ શરીરપુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ! કોઈ
થોડો આહાર કરે છે, છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે, કોઈ ઘણો આહાર કરે છે, છતાં શરીર
ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર
પુષ્ટ રહ્યા કરે છે, તથા ૠદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ
બન્યું રહે છે, તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર
પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી
રીતે યાચે?
તેઓ આહાર અર્થે જાય, ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા કોઈ અન્યનું લાવી
આપવું ઠરાવશો, તો કોણ લાવી આપે? તેમના મનની વાત કોણ જાણે? પૂર્વે ઉપવાસાદિકની
પ્રતિજ્ઞા કરી હતી, તેનો નિર્વાહ કેવી રીતે થાય? જીવ અંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે
આહારગ્રહણ કરે? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે
‘‘આહાર ગ્રહે છે, પરંતુ
કોઈને દેખાતો નથી.’’ હવે આહારગ્રહણને નિંદ્ય જાણ્યું ત્યારે તો ‘તેને ન દેખવું’ અતિશયમાં
લખ્યું, પણ તેનું નિંદ્યપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી
વિરુદ્ધતા ઉપજે છે.
વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે‘‘કેવળીને નિહાર (શૌચ જવું) કહે
છે, રોગાદિ થયા કહે છે, તથા કહે છે કે, કોઈએ તેજોલેશ્યા છોડી જે વડે વર્ધમાન સ્વામીને
પેઠુંગાનો (પેચિસનો) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.’’ પણ તીર્થંકર
કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિવડે પૂજ્યપણું કેમ
શોભે? વળી તેઓ નિહાર કેવી રીતે કરે? ક્યાં કરે? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા
કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રોગાદિકયુક્તિ છદ્મસ્થને
ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે.
વર્ધમાનસ્વામીના ઉપદેશમાં ‘હે ગૌતમ?’ એમ વારંવાર કહેવું ઠરાવે છે, પણ તેમને
તો પોતાના કાળમાં દિવ્યધ્વનિ સહજ થાય છે, અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા
ગૌતમને જ સંબોધન કેમ બને? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના
વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી,
તો એ કેમ બને?
વળી તેઓ ‘હાટમાં સમવસરણ ઊતર્યું’ કહે છે, પણ ઇંદ્રકૃત સમવસરણ હાટમાં કેવી
રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? પ્રભુ હાટમાં શા માટે રહ્યા? શું હાટ
જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડ્યો?
વળી કહે છે કે‘‘કેવળી ઉપદેશ દેવા ગયા,’’ પર ઘેર જઈને ઉપદેશ દેવો તો
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૫૧