અતિરાગથી હોય છે, મુનિને પણ એમ સંભવે નહિ તો કેવળીને કેવી રીતે બને? એ જ પ્રમાણે
અનેક વિપરીતતા ત્યાં પ્રરૂપે છે. કેવળી શુદ્ધજ્ઞાન – દર્શનમય રાગાદિરહિત થયા છે, તેમને
અઘાતિના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે, પણ મોહાદિકનો અભાવ થયો છે, તેથી
ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે, તે ક્રિયા સંભવતી નથી. પાપપ્રકૃતિનો અનુભાગ અત્યંત
મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને નથી, તેથી અન્ય જીવોને પાપઉદયથી જે ક્રિયા
થતી જોવામાં આવે છે, તે કેવળીને હોય નહિ.
એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદ્ભાવ કેવળી ભગવાનને પણ કહી તેઓ
દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે.
✾ મુનિને વસ્ત્રાદિક ઉપકરણનો નિષેધા ✾
ગુરુનું અન્યથા સ્વરુપ
વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને વસ્ત્રાદિક ચૌદ
૧
ઉપકરણ કહે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિર્ગ્રંથ કહે છે, તથા મુનિપદ લેતાં
નવપ્રકારે સર્વપરિગ્રહના ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે, ત્યાં એ વસ્ત્રાદિક પરિગ્રહ છે
કે નહિ? જો છે, તો ત્યાગ કર્યા પછી તેઓ શામાટે રાખે છે? તથા નથી, તો એ વસ્ત્રાદિક
ગૃહસ્થ રાખે છે, તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો!
અહીં જો એમ કહેશો કે — ‘‘જેમ ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ, તેમ શીત –
ઉષ્ણાદિક અર્થે વસ્ત્રાદિક ગ્રહણ કરીએ છીએ,’’ પરંતુ મુનિપદ અંગીકાર કરતાં આહારનો તો
ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ
છે, પરંતુ ભોજન કરવા જાય, એ પરિગ્રહ નથી. વસ્ત્રાદિકનો સંગ્રહ કરવો વા પહેરવાં,
એ સર્વ પરિગ્રહ જ છે. લોકમાં પણ પ્રસિદ્ધ છે.
જો કહેશો કેે — ‘‘શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિક રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી
તેને પરિગ્રહ કહેતા નથી.’’ પણ શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યગ્દ્રષ્ટિ થયો, ત્યારથી જ સર્વ
પરદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહરહિત
કહો! તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિક ગ્રહણ –
ધારણ જ્યારે છૂટશે, ત્યારે જ નિષ્પરિગ્રહી થશે.
જો કહેશો કે – ‘‘વસ્ત્રાદિક કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, ક્ષુધાદિક લાગતાં તેને વેચે
૧. પાત્ર – ૧, બંધ – ૨, પાત્ર કેસરીકર – ૩, પાટલીયો – ૪ – ૫, રજસ્ત્રાણ – ૬, ગોચ્છક – ૭, રજોહરણ – ૮,
મુખવસ્ત્રિકા – ૯, બે સુતરાઉ કપડા – ૧૦ – ૧૧, એક ઊનનું કપડું – ૧૨. માત્રક (પેશાબનું પાત્ર) -
૧૩, ચોલપટ્ટ – ૧૪, (બૃ૦ કલ્પસૂત્ર ઉ૦ ભાગ ૩ ગા. ૩૯૬૨ થી ૩૯૬૫ સુધી)
૧૫૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક