Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 143 of 370
PDF/HTML Page 171 of 398

 

background image
નહિ, વા વસ્ત્રાદિક પહેરી પ્રમાદ કરે નહિ, પણ પરિણામોની સ્થિરતાવડે ધર્મ જ સાધે છે
તેથી મમત્વ નથી.’’ હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના
વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શામાટે કરવામાં
આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી
વેચતા નથી; પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે
છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં
એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય, તો
કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાધે, તેને પણ
નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ
મુનિધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિગ્રહ
સહવાની શક્તિ ન હોય, તે પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ ગૃહસ્થધર્મ, તથા જેના પરિણામ
નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ
મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે.
અહીં જો કહેશો કે‘‘શીતાદિકના પરિષહ વડે વ્યાકુળ કેમ ન થાય?’’ પણ વ્યાકુળતા
તો મોહ ઉદયના નિમિત્તથી છે. હવે મુનિને છઠ્ઠાઆદિ ગુણસ્થાનોમાં ત્રણ ચોકડીનો* ઉદય
નથી, તથા સંજ્વલનના સર્વઘાતીસ્પર્દ્ધકોનો પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતીસ્પર્દ્ધકોનો ઉદય
છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્મોહનીયનો ઉદય છે, પણ તે
સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી, તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી
શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે
સર્વને સર્વઘાતીનો
ઉદય છે, ત્યારે મુનિને દેશઘાતીનો ઉદય છે, તેથી અન્યના જેવા પરિણામ થાય તેવા તેમના
કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતીકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે. તથા જેમને
દેશઘાતીનો ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ
થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી.
કદાપિ કહેશો કે ‘‘જૈનશાસ્ત્રોમાં ચૌદ ઉપકરણ મુનિ રાખે, એમ કહ્યું છે.’’ એ તમારા
જ શાસ્ત્રોમાં કહ્યું છે, દિગંબર જૈનશાસ્ત્રોમાં નહિ, તેમાં તો લંગોટમાત્ર પરિગ્રહ રહેતાં પણ
અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે.
હવે અહીં વિચારો કેબંનેમાં કલ્પિત વચન કોનાં છે? પ્રથમ તો કષાયી હોય તે
જ કલ્પિત રચના કરે, અને તે જ નીચાપદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. હવે, દિગંબરમાં વસ્ત્રાદિક
રાખતાં ધર્મ હોય જ નહિ
એમ તો કહ્યું નથી, પરંતુ ત્યાં શ્રાવકધર્મ કહ્યો છે; ત્યારે
શ્વેતાંબરમાં મુનિધર્મ કહ્યો. તેથી અહીં જેણે નીચી ક્રિયા હોવા છતાં પણ ઉચ્ચપદ પ્રગટ કર્યું,
* અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી તથા પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણ ચોકડી.અનુવાદક.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૫૩