Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 145 of 370
PDF/HTML Page 173 of 398

 

background image
તેનું સમાધાનઃઆહારાદિક વડે તો ધર્મ થતો નથી, પણ શરીરના સુખને અર્થે
અતિલોભ થતાં યાચના કરવામાં આવે છે. જો અતિલોભ ન હોય તો પોતે શામાટે માગે?
તે આપે, તો આપે, ન આપે તો ન આપે, અતિલોભ થયો ત્યાં જ પાપ થયું, અને મુનિધર્મ
નષ્ટ થયો, તો બીજો ધર્મ શો સાધશે?
ત્યારે તે કહે છે કે‘‘મનમાં તો આહારની ઇચ્છા હોય, અને યાચે નહિ તો તે
માયાકષાય થયો; તથા યાચનામાં હીનતા થાય છે, તેથી ગર્વ વડે યાચે નહિ, તો તે માનકષાય
થયો; તેથી આહાર લેવો હતો તે માગી લીધો, એમાં વળી અતિલોભ શો થયો, તથા એમાં
મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો? તે કહો.’’ તેને કહીએ છીએ કે
જેમ કોઈ વ્યાપારીને કમાવાની ઇચ્છા મંદ છે, તે દુકાન ઉપર તો બેસે છે, મનમાં
વેપાર કરવાની ઇચ્છા પણ છે, પરંતુ તે વસ્તુ લેવાદેવા રૂપ વ્યાપાર માટે કોઈને પ્રાર્થના કરતો
નથી, સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય, તો વ્યાપાર કરે, તો ત્યાં તેને લોભની
મંદતા છે પણ માયા
માન નથી. માયામાન કષાય તો ત્યારે થાય જ્યારે છળ કરવા અર્થે
વા પોતાની મહંતતા અર્થે એવો સ્વાંગ તે કરે. પણ સારા વ્યાપારીને એવું પ્રયોજન હોતું નથી,
તેથી તેને માયા
માન કહેતા નથી; તેમ મુનિને આહારાદિકની ઇચ્છા મંદ છે. હવે તેઓ આહાર
લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઇચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા
નથી. સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે તો આહાર લે; ત્યાં તેમને લોભની મંદતા
છે પણ માયા વા માન નથી. માયા
માન તો ત્યારે હોય, કે જ્યારે છળ કરવા માટે વા મહંતતા
માટે એવો સ્વાંગ કરે; પણ મુનિને એવાં પ્રયોજન તો નથી, તેથી તેમને માયામાન નથી.
જો એમ જ માયામાન થઈ જાય, તો જે મન વડે જ પાપ કરે પણ વચનકાયથી ન કરે,
તે સર્વને માયા ઠરે તથા કોઈ ઉચ્ચપદના ધારક નીચવૃત્તિ અંગીકાર કરતા નથી, તે બધાને
માન ઠરે એવો અનર્થ થાય.
તેં કહ્યું કે‘‘આહાર માગવામાં અતિ લોભ શો થયો?’’ પણ અતિ કષાય હોય, ત્યારે
જ લોકનિંદ્ય કાર્ય અંગીકાર કરીને પણ, પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઇચ્છે, હવે માગવું એ
લોકનિંદ્ય છે, તેને અંગીકાર કરીને પણ આહારની વાંછા પૂર્ણ કરવાની ઇચ્છા થઈ, તેથી ત્યાં
અતિલોભ થયો.
વળી તમે કહ્યું કે‘‘એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો?’’ પણ મુનિધર્મમાં એવો
તીવ્રકષાય સંભવે નહિ, વળી કોઈને આહાર આપવાનો પરિણામ નહોતો, આણે તેના ઘરમાં
જઈ યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો, વા ન આપવાથી લોકનિંદ્ય થવાનો ભય થયો, તેથી
તેણે આને આહાર આપ્યો, પણ તેના અંતરંગ પ્રાણ પીડવાથી
હિંસાનો જ સદ્ભાવ આવ્યો.
જો પોતે તેના ઘરમાં ન ગયો હોત, અને તેને જ દેવાનો ઉપાય હોત, તો તે આપત, અને
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૫૫