Moksha Marg Prakashak (Gujarati). Shastrona Arth Karavani Paddhati.

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 398

 

background image
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્યપરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણકાર્યાદિકને કોઈના કોઈમાં
મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી
નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નજો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું
કારણ?
ઉત્તરજિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેનો
તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું;
અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન
સત્યાર્થ જાણી, ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી
તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નજો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરએવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે
જેમ કોઈ અનાર્યમલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ
વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની
વ્યાખ્યામાં એમ કહ્યું છે કે
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ
આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
(૧૬)