વંદું સત્શ્રુતિ સદ્ગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધે ઠરૂં;
પ્રારંભે પરમેષ્ઠી પંચ પ્રણમું માંગલ્ય આપે સદા,
સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા.
મોક્ષમાર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે;
અનાદિનું દુઃખ જાય આત્મસિદ્ધિ સદ્ય થાય,
આસ્રવ રોકાય ભાવ સંવર વરાય છે.
નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ,
જ્ઞાન-ધ્યાન આત્મ પુષ્ટિ સત્વર કરાય છે;
મંગળ કલ્યાણમાલા સુગંધ વિસ્તાર થાય,
મોહ ભાવ જાય શુદ્ધ સ્વભાવ પમાય છે.
વંદું નિજગુણ વૃદ્ધિકર, લહું સદા સુખખાણ.