અધિકાર પહેલો
પીLબંધા પ્રરુપક
ગ્રંથકર્તાનું મંગલાચરણ
મંગલમય મંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન,
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન;
કરી મંગલ કરૂં છું મહા, ગ્રંથકરણ શુભ કાજ,
જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ.
હવે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે, ત્યાં પ્રથમ ગ્રંથકર્તા મંગલાચરણ
કરે છે.
णमो अरहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं;
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं।
આ પ્રાકૃતભાષામય નમસ્કાર મંત્ર છે તે મહામંગલસ્વરૂપ છે, તેનું સંસ્કૃત નીચે પ્રમાણે
થાય છેઃ —
नमोऽर्हद्भ्यः। नमः सिद्धेभ्यः, नमः आचार्येभ्यः, नमः उपाध्यायेभ्यः, नमः लोके सर्वसाधुभ्यः।
શ્રી અરિહંતને નમસ્કાર હો, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાયને
નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા
છે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.
હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ
જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે સિવાય ઉત્તમ ફલની
પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?
✾ અરિહંતનું સ્વરુપ ✾
ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ. જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર
કરી, નિજસ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા
છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણપર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય
વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે.
૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક