વળી જે સર્વથા સર્વ રાગ-દ્વેષાદિ વિકારભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે, ક્ષુધા-
તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે, આયુધ અંબરાદિ વા અંગ
વિકારાદિક જે કામ – ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેથી રહિત જેનું પરમૌદારિક શરીર થયું
છે, જેના વચનવડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય
લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને
સંયુક્તપણું હોય છે, તથા જેને પોતાના હિતને અર્થે શ્રીગણધર – ઇન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે
છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો.
✾ શ્રી સિદ્ધ પરમેÌીનું સ્વરુપ ✾
હવે શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાઈએ છીએ. જે ગૃહસ્થ અવસ્થા તજી મુનિધર્મ સાધન
વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર
અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ઘ્વગમન સ્વભાવથી લોકના
અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત
અવસ્થાની સિદ્ધિ થઈ છે; ચરમ (અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષઆકારવત્ જેના
આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ-
જ્ઞાનદર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, નોકર્મનો સંબંધ
દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવકર્મોનો અભાવ
થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને
સ્વદ્રવ્ય
– પરદ્રવ્ય, ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે; જે વડે પોતાને સિદ્ધ
સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે
પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે એવી
નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો.
✾ આચાર્ય, ઉપાધયાય અને સાધાુનું સ્વરુપ ✾
હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ.
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી
અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી,
પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા
તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ – અનિષ્ટ માની તેમાં રાગ-
દ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે – બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ
ત્યાં કંઈપણ સુખ-દુઃખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૩