છે પરંતુ તેને ખેંચીતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ
ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય
છે જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ
હેય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્રકષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ
પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્યદિગંબર
સૌમ્યમુદ્રાધારી થયા છે, શરીરસંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ
વસે છે, ૧અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત પાલન કરે છે, ૨બાવીસ પરિષહને જેઓ સહન
કરે છે, ૩બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત્ ધ્યાનમુદ્રાધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય
છે, કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની
સ્થિતિ અર્થે યોગ્ય આહાર-વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે
તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
✾ આચાર્યનું સ્વરુપ ✾
તેઓમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક
થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મલોભી
અન્ય જીવ યાચક તેમને દેખી રાગઅંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે
છે, દીક્ષાગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ
કરે છે એવા આચરણ કરવા – કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
✾ ઉપાધયાયનું સ્વરુપ ✾
વળી જે પુરુષ ઘણા જૈનશાસ્ત્રનો જ્ઞાતા થઈને સંઘમાં પઠન-પાઠનનો અધિકારી બન્યો
હોય; સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે,
પરંતુ કદાચિત્ કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય
૧. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, સ્નાનાભાવ, નગ્નતા,
અદંતધોવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહારગ્રહણ — એ અઠ્ઠાવીસ મૂલગુણો
છે.
૨. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શચ્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ,
સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન – એ બાવીસ
પ્રકારના પરિષહ છે.
૩. અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ — એ
છ પ્રકારના બાહ્યતપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન — એ છ પ્રકારનાં
અંતરંગ તપ મળી બાર પ્રકારનાં તપ છે.
૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક