અહો! દેવ-ગુરુ-ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા
રાખે તો અન્યધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું? સર્વથા પ્રકારે એ કુદેવ-કુગુરુ-કુધર્મના
ત્યાગી થવું યોગ્ય છે.
કુદેવાદિનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં
તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી
મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરો.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામના શાસ્ત્રમાં કુદેવ-કુગુરુ
-કુધર્મ નિષેધ વર્ણનરૂપ છઠ્ઠો અધિકાર સમાપ્ત
❀
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૯૭