અધિકાર સાતમો
જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરુપ
આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ;
તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.
હવે જે જીવો જૈન છે તથા જિનઆજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું
અહીં વર્ણન કરીએ છીએ — કારણ કે એ મિથ્યાત્વશત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ
સૂક્ષ્મમિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા
ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ
છીએ.
✾ કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું નિરુપણ ✾
કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી
માને છે, પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં
ભ્રમથી પોતાને સિદ્ધ માને, એ જ મિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધસમાન કહ્યો છે, તે દ્રવ્યદ્રષ્ટિથી કહ્યો છે, પણ પર્યાયઅપેક્ષા
સિદ્ધસમાન નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા
રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી; તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન
છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી, છતાં આ જીવ તો જેવા
સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે,
એ પર્યાયઅપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યાદ્રષ્ટિ છે.
વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ માને છે. પોતાને ક્ષયોપશમરૂપ મતિશ્રુતાદિ-
જ્ઞાનનો સદ્ભાવ છે, અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો
ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રોમાં સર્વજીવોનો કેવળજ્ઞાનસ્વભાવ કહ્યો છે, પણ તે શક્તિઅપેક્ષાએ કહ્યો છે,
કારણ કે – સર્વજીવોમાં કેવળજ્ઞાનાદિરૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત
થતાં જ કહી છે.
૧૯૮ ]