✾ કેવળજ્ઞાન માનવામાં ભૂલ ✾
કોઈ એમ માને છે કે — ‘‘આત્માના પ્રદેશોમાં તો કેવળજ્ઞાન જ છે, ઉપર આવરણ
હોવાથી તે પ્રગટ થતું નથી’’ પણ એ ભ્રમ છે. જો કેવળજ્ઞાન હોય તો વજ્રપટલાદિ આડા
હોય છતાં પણ વસ્તુને જાણે છે, તે કર્મ આડાં આવતાં કેમ અટકે? માટે કર્મના નિમિત્તથી
કેવળજ્ઞાનનો અભાવ જ છે. જો તેનો નિરંતર સદ્ભાવ રહે, તો તેને પારિણામિકભાવ કહેત,
પણ તે તો ક્ષાયિકભાવ છે. સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ, તે જ
પારિણામિકભાવ છે, પણ તેની મતિજ્ઞાનાદિરૂપ વા કેવળજ્ઞાનાદિરૂપ અનેક અવસ્થા છે, તે
પારિણામિકભાવ નથી, તેથી કેવળજ્ઞાનનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી.
વળી શાસ્ત્રોમાં જે સૂર્યનું દ્રષ્ટાન્ત આપ્યું છે, તેનો એટલો જ પરમાર્થ સમજવો કે –
જેમ મેઘપટલ દૂર થતાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, તેમ કર્મોદય દૂર થતાં કેવળજ્ઞાન થાય
છે, તથા જેમ મેઘપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી, તેમ કર્મઉદય થતાં કેવળજ્ઞાન થતું
નથી; પણ એવો ભાવ ન લેવો કે – જેમ સૂર્યમાં પ્રકાશ રહે છે, તેમ આત્મામાં કેવળજ્ઞાન રહે
છે, કારણ કે દ્રષ્ટાંત સર્વપ્રકારે મળતું આવે નહિ. જેમ પુદ્ગલમાં વર્ણગુણ છે, તેની લીલી,
પીળી આદિ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો
અભાવ જ છે, તેમ આત્મામાં ચૈતન્યગુણ છે, તેની મતિજ્ઞાનાદિરૂપ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં
કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે.
પ્રશ્નઃ — આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે, હવે જો કેવળજ્ઞાનનો
સદ્ભાવ નથી, તો કેવળજ્ઞાનાવરણ શા માટે કહો છો?
ઉત્તરઃ — અહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે, તે અપેક્ષાએ આવરણ કહ્યું છે,
જેમ દેશચારિત્રનો અભાવ હોતાં શક્તિ ઘાતવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણકષાય કહ્યો છે,
તેમ અહીં જાણવું.
અહીં એમ સમજવું કે — વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિકભાવ
છે. તથા પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવભાવ છે. જેમ જળને અગ્નિનું
નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું, ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, પરંતુ અગ્નિનું નિમિત્ત મટતાં
તે શીતળ જ થઈ જાય છે, તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે, કારણ
કે — એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે પ્રગટ થતાં જ ‘સ્વભાવ વ્યક્ત થયો’ કહેવામાં
આવે છે. કોઈ વેળા તે વ્યક્તરૂપ થાય છે; તેમ આત્માને કર્મનું નિમિત્ત થતાં અન્યરૂપ થયું,
ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ છે, પરંતુ કર્મનું નિમિત્ત મટતાં સર્વદા કેવળજ્ઞાન થઈ જાય
છે, તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એવી શક્તિ
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૧૯૯