પ્રશ્નઃ — જો કર્મના નિમિત્તથી એ થાય છે, તો જ્યાંસુધી કર્મનો ઉદય રહે
ત્યાંસુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉદ્યમ કરવો તો નિરર્થક છે?
ઉત્તરઃ — એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિ
પૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ
થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક
કારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહાદિકનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં
થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા
અબુદ્ધિપૂર્વક મોહકર્મના ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા
મોહકર્મના ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.
પ્રશ્નઃ — જેમ વિવાહાદિક પણ ભવિતવ્ય આધીન છે, તેમ તત્ત્વવિચારાદિક
પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નિરર્થક છે?
ઉત્તરઃ — તત્ત્વવિચારાદિ કરવાયોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તેને થયો છે, તેથી
જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ; અસંજ્ઞી જીવોનો ક્ષયોપશમ નથી, તેથી
તેમને શામાટે ઉપદેશ આપીએ?
પ્રશ્નઃ — હોનહાર (ભાવીભાવ) હોય, તો ત્યાં ઉપયોગ લાગે; હોનહાર સિવાય
કેવી રીતે લાગે?
ઉત્તરઃ — જો એવું શ્રદ્ધાન છે, તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું
ખાનપાન અને વ્યાપારાદિકનો તો ઉદ્યમ કરે છે, અને અહીં હોનહાર બતાવે છે, તેથી જાણીએ
છીએ કે તારો અનુરાગ જ અહીં નથી; માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે.
એ પ્રમાણે રાગાદિક હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે, તે મિથ્યાદ્રષ્ટિ
જાણવા.
વળી તું કર્મ – નોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે, પણ તેનું
બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ, જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ, શરીરવડે
તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય
તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શામાટે કરે?
પ્રશ્નઃ — તો શાસ્ત્રોમાં આત્માને કર્મ{નોકર્મથી ભિન્ન અબદ્ધસ્પૃષ્ટ કેવી રીતે
કહ્યો છે?
ઉત્તરઃ — સંબંધ અનેક પ્રકારના છે, ત્યાં તાદાત્મ્યસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ –
૨૦૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક