નોકર્મથી ભિન્ન કહ્યો છે. કારણ કે દ્રવ્ય પલટી જઈ, એક થઈ જતું નથી, એ જ અપેક્ષાએ
આત્માને અબદ્ધસ્પૃષ્ટ કહ્યો છે, તથા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ; તેના
નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે. તેથી પોતાને સર્વથા નિર્બંધ માનવો, એ
મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ — અમારે બંધ-મોક્ષનો વિકલ્પ કરવો નથી, કારણ કે – શાસ્ત્રમાં એમ
કહ્યું છે કે – ‘‘जो बंधउ मुक्कउ मुणइ, सो बंधई णभंति। અર્થ – જે જીવ બંધાયો તથા મુક્ત
થયો માને છે, તે નિઃસંદેહ બંધાય છે.’’
ઉત્તરઃ — જે જીવ કેવળ પર્યાયદ્રષ્ટિ થઈ બંધ-મુક્ત અવસ્થાને જ માને છે,
દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કે – દ્રવ્યસ્વભાવને નહિ જાણતો
એવો જીવ બંધાયો – મુક્ત થયો માને છે, તે બંધાય છે. જો સર્વથા જ બંધ-મોક્ષ ન હોય તો
એ જીવ ‘બંધાય છે’ એવું શામાટે કહે છે? બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે
કરવામાં આવે છે? અને આત્માનુભવ પણ શામાટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદ્રષ્ટિવડે તો
એક દશા છે, તથા પર્યાયદ્રષ્ટિવડે અનેક અવસ્થા થાય છે. એમ માનવું યોગ્ય છે.
એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયનયના અભિપ્રાયથી વિરુદ્ધ – શ્રદ્ધાનાદિક કરે
છે.
જિનવાણીમાં તો અનેક નયોની અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું
નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હોય,
તેને જ ગ્રહણ કરી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે
જિનવાણીમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં મોક્ષમાર્ગ કહ્યો છે; હવે તેને
સમ્યગ્દર્શન – જ્ઞાનમાં તો સાત તત્ત્વોનું શ્રદ્ધાન-જ્ઞાન થવું જોઈએ, તેનો આને વિચાર નથી; તથા
સમ્યક્ચારિત્રમાં રાગાદિક દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી, એક પોતાના આત્માના
શુદ્ધ અનુભવને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે. વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં
એવું ચિંતવન કર્યા કરે છે કે – ‘‘હું સિદ્ધસમાન શુદ્ધ છું, કેવલજ્ઞાનાદિસહિત છું, દ્રવ્યકર્મ – નોકર્મ-
રહિત છું, પરમાનંદમય છું, તથા જન્મ – મરણાદિ દુઃખ મને નથી,’’ ઇત્યાદિ ચિંતવન કરે છે.
હવે અહીં પૂછીએ છીએ કે — એ ચિંતવન જો દ્રવ્યદ્રષ્ટિથી કરો છો, તો દ્રવ્ય તો શુદ્ધ
-અશુદ્ધ સર્વ પર્યાયોનો સમુદાય છે, તમે શુદ્ધ જ અનુભવ શામાટે કરો છો? તથા પર્યાયદ્રષ્ટિથી
કરો છો, તો તમારે તો વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પોતાને શુદ્ધ કેવી રીતે માનો
છો?
જો શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો ‘હું આવો હોવા યોગ્ય છું’ એમ માનો, પણ
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૦૩