‘હું આવો છું’ એમ શામાટે માનો છો? માટે પોતાને શુદ્ધરૂપ ચિંતવન કરવો એ ભ્રમ છે,
કારણ કે તમે પોતાને સિદ્ધસમાન માન્યો તો આ સંસારઅવસ્થા કોની છે? તથા તમને
કેવલજ્ઞાનાદિ છે, તો આ મતિજ્ઞાનાદિ કોને છે? તમે દ્રવ્યકર્મ-નોકર્મ રહિત છો, તો જ્ઞાનાદિકની
વ્યકતતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો, તો હવે કર્તવ્ય શું રહ્યું છે? તથા જન્મ-મરણાદિ
દુઃખ નથી, તો દુઃખી શામાટે થાઓ છો? માટે અન્ય અવસ્થામાં અન્ય અવસ્થા માનવી એ
ભ્રમ છે.
પ્રશ્નઃ — તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શામાટે આપ્યો છે?
ઉત્તરઃ — એક દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું છે, તથા એક પર્યાયઅપેક્ષાએ શુદ્ધપણું છે; ત્યાં
દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિન્નપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું તેનું નામ શુદ્ધપણું
છે, તથા પર્યાયઅપેક્ષાએ ઔપાધિકભાવોનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે
શુદ્ધચિંતવનમાં તો દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. શ્રી સમયસાર વ્યાખ્યામાં પણ એ
જ કહ્યું છેઃ —
यथा – ‘प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध
इत्यभिलप्यते’(સમયસાર ગાથા – ૬ની ટીકા)
અર્થઃ — ‘‘આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી; એ જ સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણાવડે
સેવતાં ‘શુદ્ધ’ એવો કહીએ છીએ.’’
વળી ત્યાં જ એમ કહ્યું છે કે – समस्तकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः।
(સમયસાર ગાથા – ૭૩ની ટીકા)
અર્થઃ — સમસ્ત જ કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી જે
નિર્મળ અનુભૂતિ, અભેદજ્ઞાનતન્માત્ર છે, તેથી શુદ્ધ છે.’’ માટે શુદ્ધ શબ્દનો અર્થ એ પ્રમાણે
જાણવો.
કેવળશબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે ‘પરભાવથી ભિન્ન નિઃકેવળ પોતે
જ’ તેનું નામ કેવળ છે. એ જ પ્રમાણે અન્ય પણ યથાર્થ અર્થ અવધારવા.
પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી વા પોતાને કેવળી માનવાથી મહાવિપરીતતા થાય
છે, માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્યસ્વરૂપ અવલોકવું, તથા પર્યાયથી
અવસ્થાવિશેષ અવધારવી.
એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થાય છે, કારણ કે – સત્ય અવલોક્યા વિના
સમ્યગ્દ્રષ્ટિ નામ કેવી રીતે પામે?
૨૦૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક