તથા તેનું યથાર્થ જ્ઞાન થવા અર્થે શબ્દન્યાયશાસ્ત્રાદિક પણ જાણવાં જોઈએ, એટલે તેનો
પણ પોતાની શક્તિઅનુસાર થોડો અથવા ઘણો અભ્યાસ કરવો યોગ્ય છે.
પ્રશ્નઃ — પદ્મનંદિપંચવિંશતિમાં એમ કહ્યું છે કે – જે બુદ્ધિ આત્મસ્વરૂપમાંથી
નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે?
ઉત્તરઃ — એ સત્ય કહ્યું છે, કારણ કે – બુદ્ધિ તો આત્માની છે, તે તેને છોડી પરદ્રવ્ય –
શાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારિણી જ કહીએ છીએ.
પરંતુ જેમ સ્ત્રી શીલવતી રહે તો યોગ્ય જ છે, અને તેનાથી ન રહી શકાય તો ઉત્તમ
પુરુષને છોડી ચાંડાલાદિકનું સેવન કરવાથી તો તે અત્યંત નિંદનીક થાય, તેમ બુદ્ધિ
આત્મસ્વરૂપમાં પ્રવર્તે તો તે યોગ્ય જ છે, પરંતુ ન રહી શકાય તો પ્રશસ્તશાસ્ત્રાદિક પરદ્રવ્યને
છોડી અપ્રશસ્તવિષયાદિકમાં લાગે તો તે મહાનિંદનીક જ થાય. હવે મુનિજનોને પણ સ્વરૂપમાં
ઘણોકાળ બુદ્ધિ રહેતી નથી, તો તારી કેવી રીતે રહે છે?
માટે શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ લગાવવો યોગ્ય છે.
વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે, હવે એ વિકલ્પ
તો છે, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે, અને આ વિકલ્પોને ન કરે તો અન્ય વિકલ્પ થાય
છે, અને તે ઘણા રાગાદિગર્ભિત હોય છે. વળી નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી, કારણ કે
છદ્મસ્થનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુહૂર્ત જ રહે છે.
તું કહીશ કે — ‘હું આત્મસ્વરૂપનું જ ચિંતવન અનેક પ્રકારે કર્યા કરીશ’. પણ સામાન્ય
ચિંતવનમાં તો અનેક પ્રકાર બનતા નથી, તથા વિશેષ કરીશ, તો દ્રવ્ય, ગુણ , પર્યાય, ગુણસ્થાન
અને માર્ગણાદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા ઇત્યાદિકના વિચાર થશે.
વળી સાંભળ, કેવળ આત્મજ્ઞાનથી જ તો મોક્ષમાર્ગ થાય નહિ, પણ સાત તત્ત્વોનું
શ્રદ્ધાન-જ્ઞાન થતાં તથા રાગાદિક દૂર કરતાં મોક્ષમાર્ગ થશે. હવે સાત તત્ત્વોના વિશેષો જાણવા
માટે જીવ – અજીવના વિશેષો વા કર્મના આસ્રવ-બંધાદિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે,
જેથી સમ્યગ્દર્શન – જ્ઞાનની પ્રાપ્તિ થાય.
ત્યાર પછી રાગાદિક દૂર કરવા માટે જે રાગાદિક વધારવાનાં કારણો હોય, તેને છોડી
જે રાગાદિક ઘટાડવાનાં કારણો હોય ત્યાં ઉપયોગને લગાવવો. હવે દ્રવ્યાદિકના વા
ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદિક ઘટાડવાનાં કારણો છે, કારણ કે એમાં કોઈ રાગાદિકનું
નિમિત્ત નથી, માટે સમ્યગ્દ્રષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાડવો.
પ્રશ્નઃ — રાગાદિક મટાડવાનાં કારણો જે હોય તેમાં તો ઉપયોગ લગાવવો ઠીક
છે, પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો, કર્મોના બંધ-ઉદય-સત્તાદિકના
૨૦૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક