ઘણા વિશેષો જાણવા તથા ત્રિલોકના આકાર-પ્રમાણાદિકને જાણવા, ઇત્યાદિ વિચાર શું
કાર્યકારી છે?
ઉત્તરઃ — એને વિચારતાં પણ રાગાદિક વધતા નથી, કારણ કે – એ જ્ઞેયો ઇષ્ટ –
અનિષ્ટરૂપ નથી, તેથી વર્તમાન રાગાદિકનાં કારણ નથી, તથા એને વિશેષ જાણતાં તત્ત્વજ્ઞાન
નિર્મળ થાય છે, તેથી એ ભાવી રાગાદિક ઘટાડવાનાં જ કારણ છે, માટે એ કાર્યકારી છે.
પ્રશ્નઃ — સ્વર્ગ – નરકાદિને જાણવાથી તો ત્યાં રાગ{દ્વેષ થાય છે?
ઉત્તરઃ — જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહિ, અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી
પુણ્યકાર્યમાં લાગે, ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે.
પ્રશ્નઃ — શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે – પ્રયોજનભૂત થોડું જ જાણવું
કાર્યકારી છે, માટે ઘણા વિકલ્પ શા માટે કરીએ?
ઉત્તરઃ – જે જીવ અન્ય ઘણું જાણે પણ પ્રયોજનભૂતને ન જાણે, અથવા જેની ઘણું
જાણવાની શક્તિ નથી, તેને એ ઉપદેશ આપ્યો છે; પણ જેને ઘણું જાણવાની શક્તિ હોય,
તેને તો એ કહ્યું નથી કે – ‘ઘણું જાણવાથી બૂરું થશે.’ તેને તો જેટલું ઘણું જાણશે તેટલું
પ્રયોજનભૂત જાણવું નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે —
‘‘सामान्यशास्त्रतो नुनं विशेषो बलवान् भवेत्
અર્થઃ — સામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે,’’ વિશેષથી જ સારી રીતે નિર્ણય થાય
છે, માટે વિશેષ જાણવા યોગ્ય છે.
વળી તે તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે. પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવોથી
ઊલટી પરિણતિ જોઈએ. સંસારી જીવોને ઇષ્ટ – અનિષ્ટ સામગ્રીથી રાગ – દ્વેષ હોય છે, ત્યારે
આને રાગ – દ્વેષ ન હોય. હવે ત્યાં રાગ છોડવા અર્થે તો ભોજનાદિક ઇષ્ટસામગ્રીનો તે ત્યાગી
થાય છે, તથા દ્વેષ છોડવા અર્થે અનિષ્ટસામગ્રી અનશનાદિકને અંગીકાર કરે છે, જો સ્વાધીનપણે
એવું સાધન થાય, તો પરાધીનપણે ઇષ્ટ અનિષ્ટસામગ્રી મળતાં પણ રાગ – દ્વેષ ન થાય. હવે
જોઈએ તો એ પ્રમાણે, પણ તને અનશનાદિકથી દ્વેષ થયો છે, તેથી તેને તું કલેશ ઠરાવે છે.
જ્યારે એ કલેશ થયો, ત્યારે ભોજનાદિ કરવાં સ્વયમેવ સુખ ઠર્યાં, અને ત્યાં રાગ આવ્યો,
પણ એવી પરિણતિ તો સંસારીઓને હોય જ છે, તો તેં મોક્ષમાર્ગી થઈ શું કર્યું?
પ્રશ્નઃ — કોઈ સમ્યગ્દ્રષ્ટિ પણ તપશ્ચરણ નથી કરતા?
ઉત્તરઃ — કોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી, પરંતુ શ્રદ્ધાનમાં તો તપને
તે ભલું જાણે છે, અને તેના સાધનનો ઉદ્યમ રાખે છે; પણ તારું તો શ્રદ્ધાન જ એવું છે
કે – ‘તપ કરવો કલેશ છે,’ તથા તપનો તને ઉદ્યમ પણ નથી, તો તને સમ્યગ્દર્શન ક્યાંથી હોય?
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૦૭