પ્રશ્નઃ — તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે – તપ આદિ કલેશ કરે છે તો કરો, પરંતુ
જ્ઞાન વિના સિદ્ધિ નથી, તેનું શું કારણ?
ઉત્તરઃ — જે જીવો તત્ત્વજ્ઞાનથી પરાઙ્મુખ છે, તથા તપથી જ મોક્ષ માને છે, તેમને
એવો ઉપદેશ આપ્યો છે કે – ‘‘તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય.’ પણ તત્ત્વજ્ઞાન
થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તો ગણધરાદિક
શામાટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે.
વળી તું વ્રતાદિકને બંધન માને છે, પણ સ્વચ્છંદવૃત્તિ તો અજ્ઞાનઅવસ્થામાં પણ હતી
જ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે, તથા એ પરિણતિ રોકવા માટે
બાહ્યહિંસાદિકનાં કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ.
પ્રશ્નઃ — અમારા પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો?
ઉત્તરઃ — જો એ હિંસાદિ કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતાં હોય તો અમે એમ
જ માનીએ, પણ તું પોતાના પરિણામવડે કાર્ય કરે છે, તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે
કહીએ? વિષયસેવનાદિક ક્રિયા વા પ્રમાદગમનાદિક ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? એ
ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિસાદિક થાય છે તેને તો તું ગણતો નથી,
અને પરિણામ શુદ્ધ માને છે, પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે.
પ્રશ્નઃ — પરિણામોને રોકવા, બાહ્યહિંસાદિક પણ ઘટાડવાં, પરંતુ પ્રતિજ્ઞા
કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવાં નહિ?
ઉત્તરઃ — જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી , અને આશા રહે
તેનાથી રાગ પણ રહે છે. તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા
જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ
કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રૂપપરિણામ અવશ્ય થઈ જાય, વા પ્રયોજન પડ્યા વિના
પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે.
પ્રશ્નઃ — પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે, અને તેથી પાછળથી
પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે કાર્ય બને તે બનો, પણ
પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો?
ઉત્તરઃ — પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે,
પણ પ્રતિજ્ઞા લેતાં જ એવો અભિપ્રાય રહે કે – ‘પ્રયોજન પડતાં છોડી દઈશ,’ તો એવી પ્રતિજ્ઞા
શું કાર્યકારી થઈ? પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં તો એવો પરિણામ હોય કે – મરણાંત થતાં
૨૦૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક