સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૦૯
પણ પ્રતિજ્ઞા નહિ છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના
અવિરત સંબંધી બંધ મટે નહિ.
વળી જો ભવિષ્યના ઉદયના ભયથી પ્રતિજ્ઞા ન લેવામાં આવે તો, ઉદયને વિચારતાં
તો બધાય કર્તવ્યનો નાશ જ થાય. જેમ — પોતાને જેટલું પચતું જાણે તેટલું ભોજન કરે, પણ
કદાચિત્ કોઈને ભોજનથી અજીર્ણ થયું હોય અને તે ભયથી પોતે ભોજન છોડે, તો મરણ
જ થાય; તેમ પોતાનાથી નિર્વાહ થવો જાણે તેટલી પ્રતિજ્ઞા કરે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી
ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો અસંયમ જ થાય, માટે જે
બની શકે તે જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે.
વળી પ્રારબ્ધાનુસાર કાર્ય તો બને જ છે, પણ તું ઉદ્યમી બની ભોજનાદિક શામાટે
કરે છે? જો ત્યાં ઉદ્યમ કરે છે, તો ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. જ્યારે
પ્રતિમાવત્ તારી દશા થઈ જશે, ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ.
માટે સ્વચ્છંદી થવાની યુક્તિ શા માટે બનાવે છે? બની શકે તે પ્રતિજ્ઞા કરીને વ્રત ધારણ
કરવા યોગ્ય જ છે.
✾ શુભને છોMી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી ✾
વળી તું પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી હેય માને છે એ સત્ય છે, પણ જો એ
કાર્યોને છોડી તું શુદ્ધોપયોગરૂપ થાય તો તો ભલું જ છે, પરંતુ વિષયકષાયરૂપ – અશુભરૂપ પ્રવર્તે
તો તેં તારું પોતાનું બૂરું જ કર્યું.
શુભોપયોગથી સ્વર્ગાદિક થાય, વા ભલી વાસનાથી અથવા ભલાં નિમિત્તોથી કર્મના
સ્થિતિ – અનુભાગ ઘટી જાય તો સમ્યક્ત્વાદિકની પણ પ્રાપ્તિ થઈ જાય, અને અશુભોપયોગથી
તો નરક – નિગોદાદિક થાય, વા બૂરી વાસના અને બૂરાં નિમિત્તોથી કર્મનાં સ્થિતિ – અનુભાગ
વધી જાય તો સમ્યક્ત્વાદિક મહાદુર્લભ થઈ જાય.
વળી શુભોપયોગથી કષાય મંદ થાય છે, ત્યારે અશુભોપયોગથી તીવ્ર થાય છે. હવે
મંદકષાયનાં કાર્યો છોડી તીવ્રકષાયનાં કાર્ય કરવાં તો એવાં છે, કે જેમ – ‘કડવી વસ્તુ ન ખાવી
અને વિષ ખાવું,’ પણ એ અજ્ઞાનતા છે.
પ્રશ્નઃ — શાસ્ત્રમાં શુભ – અશુભને સમાન કહ્યા છે, માટે અમારે તો વિશેષ
જાણવું યોગ્ય નથી?
ઉત્તરઃ — જે જીવ શુભોપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે, તથા
શુદ્ધોપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષા વા બંધકારણની અપેક્ષા શુભ – અશુભ
બંનેને સમાન બતાવ્યા છે.