સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૧
નથી. અથવા અચલ, અખંડિત અને અનુપમાદિ વિશેષણોવડે આત્માને ધ્યાવે છે; પણ એ
વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર
નથી. કોઈ વેળા સૂતાં – બેસતાં જે – તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને છે.
જ્ઞાનીને આસ્રવ – બંધ નથી,’ – એમ આગમમાં કહ્યું છે. તેથી કોઈ વેળા વિષય-કષાયરૂપ
થાય છે ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છંદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે.
સ્વ – પરને જાણ્યાનું ચિહ્ન તો વૈરાગ્યભાવ છે. શ્રી સમયસાર નિર્જરા અધિકાર કળશમાં
પણ કહ્યું છે કે – सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति : (કળશ – ૧૩૬)
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિને નિશ્ચયથી જ્ઞાન – વૈરાગ્યશક્તિ હોય છે.
તથા ત્યાં એમ પણ કહ્યું છે કે —
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या-
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु ।
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः ।।१३७।।
અર્થઃ — પોતાની મેળે જ ‘‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદીપણ બંધ નથી’’ એ પ્રમાણે
ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી, વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો,
તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજુ
પણ તે પાપી જ છે; એ બંને આત્મા – અનાત્માના જ્ઞાનરહિતપણાથી સમ્યક્ત્વરહિત જ છે.
વળી અમે પૂછીએ છીએ – પરને પર જાણ્યું, તો પરદ્રવ્યમાં રાગાદિ કરવાનું શું
પ્રયોજન રહ્યું? ત્યાં તે કહે છે — મોહના ઉદયથી રાગાદિ થાય છે, પૂર્વે ભરતાદિ જ્ઞાની
થયા તેમને પણ વિષય – કષાયરૂપ કાર્ય થયાં સાંભળીએ છીએ?
ઉત્તરઃ – જ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાદિક થાય છે એ સત્ય છે, પરંતુ
બુદ્ધિપૂર્વક રાગાદિક થતાં નથી, તેનું વિશેષ વર્ણન આગળ કરીશું.
જેને રાગાદિ થવાનો કંઈપણ ખેદ નથી – તેના નાશનો ઉપાય નથી, તેને ‘‘રાગાદિક બૂરા
છે’’ – એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના તે સમ્યગ્દ્રષ્ટિ કેવી રીતે હોય?
જીવ – અજીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એટલું જ શ્રદ્ધાન છે.
વળી ભરતાદિ સમ્યગ્દ્રષ્ટિઓને વિષય – કષાયોની પ્રવૃત્તિ જેવી રીતે હોય છે, તે
પણ આગળ વિશેષરૂપ કહીશું; તું તેમના ઉદાહરણ વડે સ્વચ્છંદી થઈશ તો તને તીવ્ર આસ્રવ –
બંધ થશે.