૨૧૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
શ્રીસમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે કે – ‘‘मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्द-
मन्दोद्यमाः (સમયસાર કળશ – ૧૧૧)
અર્થઃ — જ્ઞાનનયને અવલોકવાવાળા પણ જે સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી થાય છે તે
પણ સંસારમાં બૂડે છે’’
તથા ત્યાં અન્ય પણ ‘‘ज्ञानिन् कर्म न जातु कर्तृमुचितं’’ (સમયસાર કળશ – ૧૫૧)
ઇત્યાદિ કળશમાં વા ‘‘तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां’’ (સમયસાર કળશ – ૧૬૬) ઇત્યાદિ
કળશમાં સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. ઇચ્છા વિના જે કાર્ય થાય તે કર્મબંધનું કારણ નથી
પણ પોતાના અભિપ્રાયથી કર્તા થઈ કરે, અને જ્ઞાતા રહે એમ તો બને નહિ, ઇત્યાદિ નિરૂપણ
કર્યું છે.
માટે રાગાદિકને બૂરા – અહિતકારી જાણી તેના નાશને અર્થે ઉદ્યમ રાખવો.
તેના અનુક્રમમાં પહેલાં તીવ્રરાગાદિ પણ છોડવા અર્થે અનેક અશુભકાર્યો છોડી
શુભકાર્યમાં લાગવું, પછી મંદરાગાદિ પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગરૂપ થવું.
વળી કેટલાક જીવો અશુભમાં કલેશ માનીને વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને પણ
ઘટાડે છે, તથા શુભને હેય જાણી શાસ્ત્રાભ્યાસાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગભાવરૂપ
શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી, તેથી તે જીવો ધર્મ – અર્થ – કામ – મોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ
આળસુ – નિરુદ્યમી થાય છે.
તેની નિંદા પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે.૧ ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે કે – ‘‘જેમ ઘણી
१. येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्त बुद्धयोऽर्धमीलितविलोचनपुटाः किमपि
स्वबुद्धयावलोक्य यथासुखमासते; ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव
प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादिकसाहित्या इव,
समुल्बणबलसज्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोह इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां
पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरुपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्त प्रमादतन्द्रा अरमागतकर्मफल-
चेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति —
અર્થઃ — જે જીવો કેવલ નિશ્ચયનયના અવલંબી છે, વ્યવહારરૂપ સ્વસમયમય ક્રિયાકર્મકાંડને
આડંબર જાણી વ્રતાદિકમાં વિરાગી બની રહ્યા છે, તેઓ અર્ધ – ઉન્મીલિત લોચનથી ઊર્ધ્વમુખી બની
સ્વચ્છંદવૃત્તિને ધારણ કરે છે. કોઈ કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે કે – ‘‘અમે સ્વરૂપને અનુભવીએ
છીએ’’ એવી સમજણથી સુખરૂપ પ્રવર્તે છે, તેઓ ભિન્ન સાધ્ય – સાધનભાવરૂપ વ્યવહારને તો માનતા
નથી પણ નિશ્ચયરૂપ અભિન્ન સાધ્ય – સાધનને પોતાનામાં માનતા છતાં એમ જ બ્હેકી રહ્યા છે, વસ્તુતત્ત્વને
પામતા નથી, એવા જીવો ન નિશ્ચયપદને પ્રાપ્ત થાય છે કે – ન વ્યવહારપદને પ્રાપ્ત થાય છે, પરંતુ इतोभ्रष्ट
उतोभ्रष्ट બની અધવચમાં જ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલા બની મૂર્ચ્છિત જેવા થઈ