સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૩
ખીર – ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુદ્યમી છે, તેમ તે જીવો આળસુ –
નિરુદ્યમી થયા છે.’’
હવે તમને પૂછીએ છીએ કે – તમે બાહ્ય તો શુભ – અશુભ કાયોેર્ને ઘટાડ્યાં, પણ ઉપયોગ
તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ ક્યાં રહે છે? તે કહો.
જો તે કહો કે – ‘‘આત્માનું ચિંતવન કરીએ છીએ.’’ તો શાસ્ત્રાદિવડે અનેક પ્રકારના
આત્માના વિચારોને તો તેં વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો
કાળ લાગે નહિ, કારણ કે – વારંવાર એકરૂપ ચિંતવનમાં છદ્મસ્થનો ઉપયોગ લાગતો નથી.
શ્રીગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી, તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં
પ્રવર્તે છે, તો તારો ઉપયોગ શ્રીગણધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારું કહેવું
પ્રમાણ નથી.
જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમતેમ કાળ ગુમાવે, તેમ તું ધર્મમાં
નિરુદ્યમી થઈ પ્રમાદસહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. કોઈ વેળા કાંઈ ચિંતવન જેવું
કરે છે, કોઈ વેળા વાતો બનાવે છે, તથા કોઈ વેળા ભોજનાદિ કરે છે; પણ પોતાનો ઉપયોગ
નિર્મળ કરવા માટે તું શાસ્ત્રાભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી; માત્ર
શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી, ત્યાં કલેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ
બની પડ્યા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને છે.
અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી
સિદ્ધસમાન શુદ્ધ માની પોતાની મેળે જ આનંદિત થાય છે, અથવા જેમ કોઈ ઠેકાણે રતિ
માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય તેને તું અનુભવ-
જનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરતિ માની ઉદાસ થાય છે, તેમ
રહ્યા છે. જેમ કોઈ ઘણાં ઘી – સાકર – દૂધ આદિ ગરિષ્ટ (ભારે) વસ્તુના ભોજન – પાનથી સુથિર – આળસુ
બની રહે છે, અર્થાત્ પોતાના ઉત્કૃષ્ટ દેહના બળથી જડ જેવા બની રહે છે, તેમ તેઓ મહા ભયાનક
ભાવથી સમજો કે – મનની ભ્રષ્ટતાથી મોહિત – વિક્ષિપ્ત થઈ રહ્યા છે, ચૈતન્યભાવથી રહિત જાણે વનસ્પતિ
જ છે, મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાને પુણ્યબંધના ભયથી અવલંબન કરતા નથી તથા પરમ
નિષ્કર્મદશારૂપ જ્ઞાનચેતનાને પણ અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળભાવોને ધારી રહ્યા
છે, પ્રગટ અને અપ્રગટરૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે; એવા જીવો મહા અશુદ્ધોપયોગથી
આગામીકાળમાં કર્મફળચેતનાથી પ્રધાન થતા થકા વનસ્પતિસમાન જડ બની કેવળ પાપને જ બાંધવાવાળા
છે. કહ્યું છે કે –
‘‘णिच्छयमालम्बता णिच्छयदो णिच्छयं अयाणंता;
णसंति चरणकरणं बाहरिचरणालसा केई ।’’
(શ્રી પંચાસ્તિકાય ગાથા – ૧૭૨ની વ્યાખ્યામાંથી) — અનુવાદક.