૨૧૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે તેને તું વૈરાગ્ય માને
છે; પણ એવાં જ્ઞાન – વૈરાગ્ય તો કષાયગર્ભિત છે. વીતરાગરૂપ ઉદાસીનદશામાં તો જે
નિરાકુળતા થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્રમોહની હીનતા થતાં
પ્રગટ થાય છે.
વળી તે વ્યાપારાદિ કલેશ છોડી ઇચ્છાનુસાર ભોજનાદિવડે સુખી થતો પ્રવર્તે છે, અને
પોતાને ત્યાં કષાયરહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન હોય છે.
અને જ્યાં સુખસામગ્રી છોડી દુઃખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ – દ્વેષ ન ઊપજે
ત્યાં નિષ્કષાયભાવ હોય છે.
એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે.
એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ
વેદાંતી વા સાંખ્યમતવાળા જીવ કેવળશુદ્ધાત્માના શ્રદ્ધાની છે, તેમ આ પણ જાણવા; કારણ કે –
શ્રદ્ધાનની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઇષ્ટ લાગે છે, અને આનો ઉપદેશ તેમને ઇષ્ટ
લાગે છે.
✾ સ્વદ્રવ્ય – પરદ્રવ્યનાં ચિંતવનવMે નિર્જરા – બંધાનો પ્રતિબંધા ✾
વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કે – કેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવર – નિર્જરા થાય
છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું
અને પોતાના સિવાય અન્ય જીવ – પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આસ્રવ – બંધ થાય છે, માટે
તે અન્ય વિચારથી પરાઙ્મુખ રહે છે.
એ પણ સત્યશ્રદ્ધાન નથી; કારણ કે – શુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતવન કરો અથવા અન્ય ચિંતવન
કરો, પણ જો વીતરાગસહિત ભાવ હોય, તો ત્યાં સંવર – નિર્જરા જ છે અને જ્યાં રાગાદિરૂપ
ભાવ હોય, ત્યાં આસ્રવ – બંધ જ છે; જો પરદ્રવ્યને જાણવાથી જ આસ્રવ – બંધ થાય તો
કેવળીભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે, તેથી તેમને પણ આસ્રવ – બંધ થાય.
પ્રશ્નઃ — છદ્મસ્થને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવ – બંધ થાય છે?
ઉત્તરઃ — એમ પણ નથી. કારણ કે શુકલધ્યાનમાં પણ મુનિઓને છએ દ્રવ્યોનાં દ્રવ્ય-
ગુણપર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિ – મનઃપર્યયાદિમાં પરદ્રવ્યને જાણવાની જ
વિશેષતા હોય છે, વળી ચોથાગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને પણ
આસ્રવ – બંધ વધારે છે, તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમા – છઠ્ઠા ગુણસ્થાનમાં આહાર –
વિહારાદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસ્રવ – બંધ થોડો છે, અને ગુણશ્રેણી –
નિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્યના – પરદ્રવ્યના ચિંતવનથી નિર્જરા – બંધ નથી, પણ રાગાદિક