સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૭
પ્રશ્નઃ — જો એમ છે, તો મહામુનિ પરિગ્રહાદિના ચિંતવનનો ત્યાગ શામાટે કરે છે?
ઉત્તરઃ — જેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરોનો ત્યાગ કરે છે, તેમ
વીતરાગ પરિણતિ રાગ – દ્વેષના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે; પણ જે વ્યભિચારનાં કારણ
નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગ – દ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય
જાણવાનો ત્યાગ નથી.
ત્યારે તે કહે છે કે – જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય,
પણ પ્રયોજન વિના જેના – તેના ઘરે જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત
તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે, પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય
નથી.
સમાધાનઃ — જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, તેમ
પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. અહીં એમ
જાણવું કે – જેમ શીલવતી સ્ત્રી ઉદ્યમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ
પરવશતાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે, તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ
વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું
થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી સ્ત્રી આદિનો પરિષહ
મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે – એમ
માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી.
એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ — જો એમ છે, તો શાસ્ત્રમાં એમ શામાટે કહ્યું છે કે — આત્માનું
શ્રદ્ધાન – જ્ઞાન – આચરણ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર છે?
ઉત્તરઃ — અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતારૂપે શ્રદ્ધાન – જ્ઞાન – આચરણ હતું તેને
છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાન – જ્ઞાન – આચરણ થવાથી પરદ્રવ્યમાં
રાગ – દ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન – જ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય
છે; પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો
કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું
જાણવું થાય ત્યાં તો રાગ – દ્વેષ સહજ જ થયા; પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ
યથાર્થ જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તન કરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક થાય છે
એમ જાણવું.
માટે ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન