૨૨૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
✾પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધાર્મધાારક વ્યવહારાભાસી✾
વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે,
પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના
શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી
જિનઆજ્ઞા માનવી યોગ્ય છે.
કારણ કે પરીક્ષા કર્યા વિના સત્ય – અસત્યનો નિર્ણય કેવી રીતે થાય? અને નિર્ણય કર્યા
વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ આણે જૈનશાસ્ત્રની આજ્ઞા માની,
એ તો પક્ષવડે જ આજ્ઞા માનવા બરાબર છે.
પ્રશ્નઃ — તો શાસ્ત્રમાં દશ પ્રકારના સમ્યક્ત્વમાં આજ્ઞાસમ્યક્ત્વ કહ્યું છે,
આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિઃશંકિતઅંગમાં જિનવચનમાં સંશય
કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે?
ઉત્તરઃ — શાસ્ત્રમાં કોઈ કથન તો એવાં છે કે જેની પ્રત્યક્ષ – અનુમાનાદિવડે પરીક્ષા
કરી શકાય છે, તથા કોઈ કથન એવાં છે કે જે પ્રત્યક્ષ – અનુમાનાદિગોચર નથી, તેથી તે
આજ્ઞાવડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદાજુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો
પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષ –
અનુમાનાદિગોચર હોય તેની તો પરીક્ષા કરવી, તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે, તે
શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ – અનુમાનાદિગોચર નથી એવાં કથન કર્યાં હોય તેની પણ પ્રમાણતા કરવી,
તથા જે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, તેના સર્વ કથનની અપ્રમાણતા માનવી.
પ્રશ્નઃ — પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ
કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે, તો શું કરવું?
ઉત્તરઃ — જે આપ્તભાષિત શાસ્ત્ર છે, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણવિરુદ્ધ હોય
નહિ, કારણ કે – જેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગ – દ્વેષ હોય, તે જ
અસત્ય કહે; હવે આપ્ત એવા હોય નહિ. તેં પરીક્ષા બરાબર કરી નથી, માટે ભ્રમ છે,
પ્રશ્નઃ — છદ્મસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું?
ઉત્તરઃ — સત્ય – અસત્ય બંને વસ્તુઓને કસવામાં તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં
આવે તો સાચી જ પરીક્ષા થાય; પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે, ત્યાં
જ અન્યથા પરીક્ષા થાય છે.
પ્રશ્નઃ – શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણાં છે, તો કોની કોની પરીક્ષા કરીએ?