१आचार्यः स्यादुपाध्यायः साधुश्चेति त्रिधागतिः स्युर्विशिष्टपदारूढास्त्रयोऽपि मुनिकुञ्जराः ।।
एको हेतुः क्रियाप्येका विधञ्चैको वहिः समः । तपो द्वादशधा चैकं व्रतं चैकं पंचधा ।।
त्रयोदशविधं चैकं चारित्रं समतैकधा । मूलोत्तरगुणाश्चैको संयमोऽप्येकधा मतः ।।
परिषहोपसर्गाणां सहनं च समं स्मृतम् । आहारादिविधिश्चैकश्चर्यास्थानासनादयः ।।
मार्गो मोक्षस्य सद्दष्टिर्ज्ञानं चारित्रमात्मनः रत्नत्रयं समं तेषामपि चान्तर्बहिःस्थितिम् ।।
ध्याता ध्यानं च ध्येयश्च ज्ञाता ज्ञान च ज्ञेयसात् चतुर्विधाराधनापि तुल्या क्रोधादिजिष्णुता ।।
किंवात्र बहुनोक्ते न तद्विशेषोऽवशिष्यते । विशेषाच्छेषनिःशेषो न्यायादस्त्यविशेषभाक् ।।
एवं मुनित्रयी ख्याता महतो महतामपि । तद्विशुद्धिविशेषोऽस्ति क्रमात्तरतमात्मकः ।।
અર્થઃ — આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ
પદો ઉપર આરૂઢ છે આર્થાત્ વિશેષ-વિશેષ પદોના ભેદથી જ તેઓના ત્રણ ભેદો છે. બાકી તો
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણે પ્રકારના કષાયોનો અભાવ હોવાથી
પરિગ્રહ માત્રનો ત્યાગ કરી એ ત્રણે મોક્ષપ્રાપ્તિ અર્થે મુનિ થયા છે તેથી એ ત્રણેનો હેતુ એક છે.
બાહ્ય વ્રતાચરણરૂપ ક્રિયા તથા નિર્ગ્રંથ અવસ્થા એ ત્રણેની સમાન છે. બાર પ્રકારનું તપશ્ચરણ, પાંચ
મહાવ્રત, તેર પ્રકારનું ચારિત્ર, સમતાભાવ, અઠ્ઠાવીસ મૂલગુણ, ચોરાશી લાખ ઉત્તરગુણ અને સંયમ
એ ત્રણેના સમાન છે. બાવીસ પરિષહ-ઉપસર્ગ સહનતા, આહારચર્યાવિધિ, સ્થાન અને આસન વગેરે
એ ત્રણેના સમાન છે. અંતર્બાહ્ય સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ રત્નત્રય અર્થાત્ મોક્ષમાર્ગ પણ એ ત્રણેનો
સમાન છે. ધ્યાતા – ધ્યાન – ધ્યેય, જ્ઞાતા – જ્ઞાન – જ્ઞેય તથા દર્શન – જ્ઞાન – ચારિત્ર અને તપ એ ચાર પ્રકારની
સમ્યક્ આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો પણ એ ત્રણેનો સમાન છે. વધારે
શું કહીએ? ટૂંકામાં એટલું જ કે, એ ત્રણે પ્રકારનાં મુનિજનો ઉપર પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે.
ભેદ માત્ર એટલો જ છે કે, પોતપોતાના પદાનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીં રહી જાય
છે. તે સિવાય બાકીની સર્વ ક્રિયા વા પ્રકારો એ ત્રણેના સમાન છે એ વાત ન્યાયથી સિદ્ધ છે. આચાર્ય,
ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે. જોકે તેમના મૂલગુણો વા ઉત્તરગુણો
સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે તોપણ તેમના કાર્યની અપેક્ષાએ તરતમરૂપે એ ત્રણેમાં પરસ્પર
ભેદ છે.
ભાવાર્થઃ – એ ત્રણેનાં કાર્ય અલગ અલગ હોવાથી તેમનાં પદ પણ અલગ અલગ છે. અર્થાત્
આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે. ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે
તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે. એ પ્રમાણે એ ત્રણેમાં
પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ જ તરતમરૂપે વિશેષતા છે.
(શ્રી લાટીસંહિતા સર્ગ ૪ થો, શ્લોક ૧૬૦ થી ૧૬૬ તથા શ્લોક ૧૯૭ – અનુવાદક.)
તો સર્વ મુનિજનોને સાધારણરૂપ છે, પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ એવો કરવામાં આવે
છે. પણ સમભિરૂઢનયથી પદવીની અપેક્ષાએ જ એ આચાર્યાદિક નામ જાણવાં. જેમ
શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે! એટલે
સમભિરૂઢનયથી પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવું.
૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક