✾ શ્રેÌ સિદ્ધપદ પહેલાં અર્હંતને નમસ્કાર કરવાનું કારણ ✾
અહીં સિદ્ધ ભગવાનની પહેલાં અર્હંતને નમસ્કાર કર્યા તેનું શું કારણ? એવો કોઈને સંદેહ
ઉપજે તેનું સમાધાનઃ — નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ
કરીએ છીએ. હવે અર્હંતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે માટે તેમને પહેલાં
નમસ્કાર કર્યા છે.
એ પ્રમાણે અર્હંતાદિકના સ્વરૂપનું ચિંતવન કર્યું કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ
કાર્ય સિદ્ધ થાય છે. વળી એ અર્હંતાદિને પંચપરમેષ્ઠી પણ કહીએ છીએ. કારણ જે સર્વોત્કૃષ્ટ
ઇષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ટ તેના સમાહાર સમુદાયનું નામ ૧પંચપરમેષ્ઠી
જાણવું.
વળી શ્રી વૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ,
પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત,
નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન એ નામના ધારક, ચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાન
ધર્મતીર્થના નાયક થયા. ગર્ભ-જન્મ-તપ-જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો વિષે ઇન્દ્રાદિક દેવો દ્વારા
વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો.
વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય,
સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજ્રધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઇશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભદ્ર,
દેવયશ, અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ
કેવળજ્ઞાન સહિત બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો. જોકે પરમેષ્ઠીપદમાં તેમનું
ગર્ભિતપણું છે તોપણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણી અહીં જુદા નમસ્કાર કર્યા છે.
વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે
કૃત્રિમ જિનબિંબ બિરાજે છે, જેમના દર્શનાદિકથી સ્વ-પર ભેદવિજ્ઞાન થાય છે, કષાય મંદ થઈ
શાંત ભાવ થાય છે તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર
કેવળીના દર્શનાદિકથી થાય છે તેવી જ અહીં થાય છે તે સર્વ જિનબિંબોને અમારા નમસ્કાર હો.
વળી કેવળી ભગવાનની દિવ્યધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રીગણધરદેવ દ્વારા
રચિત અંગ-પ્રકીર્ણક અનુસાર અન્ય આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જિનવચન
છે. સ્યાદ્વાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે, ન્યાયમાર્ગથી અવિરુદ્ધ છે માટે પ્રામાણિક છે તથા
જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે તેમને અમારા નમસ્કાર હો.
વળી ચૈત્યાલય, આર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય, તીર્થક્ષેત્રાદિ ક્ષેત્ર, કલ્યાણકાળ
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૭
* ‘‘परमे तिष्टति इति परमेष्ठी’’
આ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થ થાય છે. —અનુવાદક.