૨૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પણ કેટલાક પાપીપુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જિનવચન ઠરાવ્યું છે તેને
જૈનમતનાં શાસ્ત્ર જાણી પ્રમાણ ન કરવું. ત્યાં પણ પ્રમાણાદિથી પરીક્ષા કરી વા પરસ્પર શાસ્ત્રોથી
તેની વિધિ મેળવી, વા ‘‘આ પ્રમાણે સંભવિત છે કે નહિ?’’ એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને
મિથ્યા જ જાણવો.
જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળાની જગ્યાએ કોઈ શાહુકારનું નામ લખ્યું
હોય, ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય; તેમ કોઈ
દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય
ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાદ્રષ્ટિ જ થાય.
પ્રશ્નઃ — તો ૧ગોમ્મટસાર ગાથા ૨૭માં એમ કહ્યું છે કે – ‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવ
અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યગ્દ્રષ્ટિ જ
છે’’ – એ કથન કેવી રીતે કર્યું છે?
ઉત્તરઃ — જે પ્રત્યક્ષ – અનુમાનાદિગોચર નથી, તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ
શકે તેની અપેક્ષાએ એ કથન છે, પણ મૂળભૂત દેવ – ગુરુ – ધર્માદિક વા તત્ત્વાદિકનું અન્યથા
શ્રદ્ધાન થતાં તો સમ્યગ્દર્શન સર્વથા રહે જ નહિ – એવો જ નિશ્ચય કરવો, માટે પરીક્ષા કર્યા
વિના કેવળ આજ્ઞાવડે જ જે જૈની છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી, માત્ર
દયા – શીલ – તપ – સંયમાદિ ક્રિયાઓવડે, પૂજા – પ્રભાવનાદિ કાર્યોવડે, અતિશય – ચમત્કારાદિવડે વા
જૈનધર્મથી ‘ઇષ્ટિપ્રાપ્તિ થવાના કારણે જૈનમતને ઉત્તમ જાણી પ્રીતિવાન થઈ જૈની થાય છે. પરંતુ
અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાપ્તિ દોષ હોય છે.
પ્રશ્નઃ — એ કાર્યો જૈનધર્મમાં જેવાં છે, તેવાં અન્યમતમાં હોતાં નથી, તેથી
ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી?
ઉત્તરઃ — એ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવાં તું દયાદિક માને છે, તેવાં તો
તેઓ પણ નિરૂપણ કરે છે. પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે
છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં.
ત્યારે તે કહે છે કે — તેમનામાં એ બરાબર નથી, કેમકે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે
છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે.
१.सम्माइट्ठी जीवो उवइट्ठं पवयणं तु सद्दहदि ।
सद्दहदि असब्भावं अजाणमाणां गुरुणियोगा ।।२७।। (જીવકાંડ)