Moksha Marg Prakashak (Gujarati). Dharmabuddhithi Dharmadharak Vyavaharabhasi Samyagdarshananu Anyatharoop.

< Previous Page   Next Page >


Page 215 of 370
PDF/HTML Page 243 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૨૫
તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ
પરિણામોની પિછાણ નથી.
વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે
છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિકભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા
બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે.
વળી પૂજાપ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય વા
વિષયકષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક ઉપજાવે છે.
પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી
ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે
કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે
અહીં અપરાધ કેટલો થાય છે,
અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફાતોટાનું કે વિધિઅવિધિનું જ્ઞાન નથી.
વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને
સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી
લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક
ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે
તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ
વિચારપૂર્વક અભૂતાર્થધર્મને સાધે છે.
વળી કેટલાક જીવો એવા હોય છે કેજેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક
ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક
આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું
હોય છે.
ધાર્મબુદ્ધિથી ધાર્મધાારક વ્યવહારાભાસી
વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ
અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, અર્થાત્ માત્ર વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ જાણી
તેનું સાધન કરે છે.
સમ્યગ્દર્શનનું અન્યથારુપ
શાસ્ત્રમાં દેવગુરુધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની
અરહંતદેવ, નિર્ગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે,