૨૨૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરંતુ તેના ગુણ – અવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે, તો
તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્યલક્ષણો વડે પરીક્ષા કરે છે, અને એવી
પ્રતીતિવડે તેઓ સુદેવ – ગુરુ – શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ —
✾
જૈનાભાસાનીે સુદેવ-ગુરુ-શાસ્ત્ર ભકિતનું મિથ્યાપણું ✾
દેવભકિતનું અન્યથારુપ
અર્હંતદેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિદોષ રહિત
છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે; સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિવડે ઉપદેશ આપે
છે, કેવલજ્ઞાનવડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ – ક્રોધાદિ નાશ કર્યા છે – ઇત્યાદિ વિશેષણ
કહે છે; તેમાં કેટલાક વિશેષણ તો પુદ્ગલાશ્રિત છે તથા કેટલાક વિશેષણ જીવાશ્રિત છે, તેને
ભિન્ન – ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન
જાણી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અરહંતપર્યાયમાં જીવ –
પુદ્ગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદ્રષ્ટિપણું ધારણ કરે છે.
વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને
છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું
આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા માને છે. જો જીવનાં યથાવત્ વિશેષણો જાણે તો
મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
વળી તે અરહંતોને સ્વર્ગ – મોક્ષદાતા, દીનદયાળ, અધમોદ્ધારક અને પતિત – પાવન માને
છે, તે તો જેમ અન્યમતીઓ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અરહંતને માને છે,
પણ એમ નથી જાણતો કે – ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. તેને અરહંત તો નિમિત્તમાત્ર
છે, તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે.
પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ મોક્ષાદિ દાતા નથી. વળી
અરહંતાદિકના નામાદિકથી શ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે,
પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો ક્યાંથી
થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને
સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે.
વળી અરહંતાદિના નામ – પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની
પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ
કરે છે. પણ ઇષ્ટ – અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી,
અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે