તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?
ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ
ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો
નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યક્ત્વી થવા
અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી,
અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ
માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત્વ થતું નથી. વળી જેમ કોઈ
સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે
તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના
સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી
પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના
સ્વરૂપને ઓળખે છે કે ‘‘ આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,’’ એ
પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે.
અંગનોે પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે
મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
વિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.