૨૩૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો
અંશ પણ પરમાં ન મેળવવો – એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ,
નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ
આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે.
વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ
શ્રદ્ધાન નથી, તેથી જેમ ક્રેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને
પણ સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી.
વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ આત્માનું કથન કરે છે, પરંતુ
‘આ આત્મા હું છું’ – એવો ભાવ ભાસતો નથી.
વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની
ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું – એવો ભાવ ભાસતો નથી.
વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને
બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા
આ પુદ્ગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે – એમ ભિન્ન-ભિન્ન ભાવ ભાસતો નથી. ઇત્યાદિ
ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણ કે જીવ-અજીવ
જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે થયું નહિ.
✾
આuાવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ✾
વળી આસ્રવતત્ત્વમાં – જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને હેય જાણે છે, તથા અહિંસાદિ-
રૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું
માનવું એ જ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કે? –
૧સર્વજીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં
અન્ય જીવ અન્ય જીવના એ કાર્યોનો કર્તા થાય, એ જ મિથ્યાઅધ્યવસાય બંધનું કારણ છે.
ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ
છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધનું કારણ છે.
૧ સમયસાર ગા. ૨૫૪ થી ૨૫૬ તથા સમયસાર કળશ બંધ અધિકાર
सर्वं सदैव नियतं भवति स्वकीय कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम् ।।६ ।।
अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् ।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।।७ ।।