Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 221 of 370
PDF/HTML Page 249 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૩૧
એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્યબંધનાં કારણ છે તથા હિંસાની માફક
અસત્યાદિક પાપબંધના કારણ છે; એ સર્વ મિથ્યાઅધ્યવસાય છે તે ત્યાજ્ય છે, માટે હિંસાદિની
માફક અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી હેયરૂપ જ માનવાં.
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુપૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની
દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના
આયુઅવશેષ વિના તે જીવે નહિ, આ પોતાની પ્રશસ્તરાગપરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે
એ પ્રમાણે એ બંને હેય છે, જ્યાં વીતરાગ થઈ દ્રષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિર્બંધ છે, તે
ઉપાદેય છે.
હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો
કેઆ પણ બંધનું કારણ છેહેય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો
મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.
વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગએ આસ્રવના ભેદ છે, તેને બાહ્યરૂપથી
તો માને પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહિ.
ત્યાં અન્ય દેવાદિકના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે, પણ અનાદિ
અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે.
બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ માને,
પણ હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ.
બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલા છે તેને
ઓળખતો નથી.
તથા બાહ્યચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે.
એ પ્રમાણે તે આસ્રવોનું સ્વરૂપ અન્યથા જાણે છે.
વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આસ્રવભાવ છે, તેનો તો નાશ કરવાની ચિંતા નથી, અને
બાહ્યક્રિયા વા બાહ્યનિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટવાથી કાંઈ આસ્રવ મટતા
નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્યદેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા
નથી, ક્રોધાદિ કરતા નથી, તથા મન-વચન-કાયાને રોકે છે, તોપણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ
હોય છે; બીજું એ કાર્યો તેઓ કપટવડે પણ કરતા નથી, જો કપટથી કરે તો તે ગ્રૈવેયક સુધી
કેવી રીતે પહોંચે?
માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ
આસ્રવ છે. તેને ઓળખતો નથી તેથી તેને આસ્રવતત્ત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી.