Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 223 of 370
PDF/HTML Page 251 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૩૩
નાનાપ્રકારના વિકલ્પો થાય છે, અને વચન-કાયાની ચેષ્ટા પોતે રોકી રાખે છે પણ એ તો
શુભપ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-
કાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે.
સમિતિઃવળી પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે, પણ
હિંસાના પરિણામોથી તો પાપ થાય છે તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધનું
કારણ કોણ ઠરશે? એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, માટે રક્ષાને
અર્થે જ સમિતિ નથી.
તો સમિતિ કેવી રીતે હોય છે?મુનિઓને કિંચિત્ રાગ થતાં ગમનાદિક્રિયા થાય છે,
ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા
જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી સ્વયમેવ જ દયા પળાય છે;
એ પ્રમાણે સાચી સમિતિ છે.
ધર્મઃવળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી, પણ
ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાના
લોભથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ, તે જ પ્રમાણે આ ક્રોધાદિનો
ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિક થાય છે, જ્યારે
તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિક ઊપજતા નથી,
ત્યારે સાચો ધર્મ થાય છે.
અનુપ્રેક્ષાઃવળી અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિકને બૂરાં જાણી, હિતકારી ન જાણી,
તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે
તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો; તેમ શરીરાદિકથી
રાગ હતો પણ પાછળથી તેના અનિત્યત્વાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી
ઉદાસીનતા તો દ્વેષરૂપ છે; જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ
છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો
એવી સાચી ઉદાસીનતા
અર્થે યથાર્થ અનિત્યત્વાદિકનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે.
પરીષહજયઃવળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો, તેને તે
પરિષહસહનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો અને અંતરંગમાં ક્ષુધાદિ અનિષ્ટસામગ્રી મળતાં
દુઃખી થયો તથા રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, એ તો દુઃખ-સુખરૂપ પરિણામ છે,
અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખનાં કારણો મળતાં
દુઃખી ન થાય તથા સુખનાં કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેનો જાણવાવાળો
જ રહે, એ જ સાચો પરિષહજય છે.