૨૩૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ચારિત્રઃ – વળી હિંસાદિ સાવદ્ય (પાપકારી) યોગના ત્યાગને ચારિત્ર માને છે, ત્યાં
મહાવ્રતાદિરૂપ શુભયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવપદાર્થનું
નિરૂપણ કરતાં મહાવ્રત – અણુવ્રતને પણ આસ્રવરૂપ કહ્યાં છે તો એ ઉપાદેય કેવી
રીતે હોય? તથા આસ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે, તેથી
મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; સર્વ કષાયરહિત જે
ઉદાસીનભાવ તેનું જ નામ ચારિત્ર છે.
જે ચારિત્રમોહના દેશઘાતિ સ્પર્દ્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્તરાગ થાય છે તે તો
ચારિત્રનો મળ છે, એને નહિ છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધયોગનો જ
ત્યાગ કરે છે; પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે
તથા કેટલાક હરિતકાયોનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી, તેમ મુનિ હિંસાદિ
તીવ્રકષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કેટલાક મંદકષાયરૂપ મહાવ્રતાદિનું પાલન કરે છે
પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
પ્રશ્નઃ – જો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં મહાવ્રતાદિક કેમ કહ્યાં છે?
ઉત્તરઃ – ત્યાં તેને વ્યવહારચારિત્ર કહ્યું છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ
મહાવ્રતાદિ થતાં જ વીતરાગચારિત્ર થાય છે – એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો
ઉપચાર કર્યો છે; નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે.
એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતો હોવાથી સંવરતત્ત્વનો પણ એ સાચો
શ્રદ્ધાની થતો નથી.
✾ નિર્જરાતત્ત્વનાં શ્રદ્ધાનની અયથાર્થતા ✾
વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્યતપ જ કરવાથી તો નિર્જરા
થાય નહિ. બાહ્યતપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, શુદ્ધોપયોગ નિર્જરાનું
કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્યદુઃખ સહન કરવું
એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ – તરસાદિ સહન કરે છે.
પ્રશ્નઃ – એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ
તપ કરે તેને નિર્જરા થાય છે.
ઉત્તરઃ – ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ,
શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય
તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિક